Abtak Media Google News

ભારતે અફઘાનિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યાં છે. લંચ પછી અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. જો, કે અફઘાની બેટ્સમેન અશ્વિનની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. અને અફઘાનિસ્તાનની પ્રથમ ઈનિંગ 109 રનમાં જ સમેટાઈ ગઈ હતી, ત્યારે ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું છે. 1 1 1529039773અફઘાનિસ્તાનની પ્રથમ ઈનિંગમાં અશ્વિનને 4 વિકેટ તો ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાને ફાળે 2 વિકેટ તો ઉમેશ યાદવને 1 વિકેટ મળી છે, જ્યારે અેક રન આઉટ થયો હતો. અફઘાનિસ્તાનની ટીમે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરૂવારથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કરનારી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસની શરૂઆતમાં ભારતે 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.