Abtak Media Google News

છેલ્લા દસ દિવસમાં ડુંગળીના ભાવમાં કિલો દીઠ ૭ રૂપીયા વધારો નોંધાયો

ટમેટાના ભાવો ૯૦ને પાર થયા બાદ ડુંગળીના ભાવો પણ હવે વધવાની શરૂઆત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ૨ લાખ ટન ડુંગળીની સપ્લાય રોકી દેવામાં આવી છે. જુલાઈમાં પડેલા ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે ટમેટા બાદ હવે ડુંગળીના ભાવો મહારાષ્ટ્રના લાસલગાવમાં જથ્થાબંધ ભાવો છેલ્લા ૧૦ દિવસમાં બમણા થઈ ગયા બાદ ગુજરાતમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને ટમેટા બાદ ડુંગળી પણ રડાવશે તેમ લાગી રહ્યું છે.

છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે ડુંગળીના ભાવો આવક ઘટવાના કારણે ઉંચકાયા છે. ત્યારે આ ડુંગળીની અછત નિવારવા માટે ખેડુતોને વધારે ડુંગળી વાવવા માટે કોમોડીટી માર્કેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે. ડુંગળીના વેપારીઓ એ ભય વ્યકત કર્યો હતો કે ડુંગળીની આવક ઘટી છે. ત્યારે વાવણી પણ ઘટશે તો દિવાળી સુધીમં ડુંગળીની અછત થશે. અને ભાવો ફરીથી વધશે એમ લાગે છે.

બીજી બાજુએ મધ્યપ્રદેશ સરકાર અને તેમના નિકાસકારો દ્વારા બીજા રાજયોમાં ડુંગળીની સપ્લાય ઘટાડવામા આવતા ડુંગળીના ભાવોમાં કિલો દીઠ ૨ થી ૩ રૂપીયાનો ઉછાળો જો મળી રહ્યો છે. બીજી બાજુ માંગમાં વધારો થતા આ ભાવો વધુ ઉંચકાશે તેવું લાગી રહ્યું છે.

મધ્યપ્રદેશ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદના કારણે ડુંગળીની નિકાસ ઘટાડવામાં આવી છે તો ગુજરાત દ્વારા મહારાષ્ટ્રમાં વધારે માગ કરવામાં આવી રહી હોવાનું નેશનલ માર્કેટીંગ ફેડરેશનના ડાયરેકટર સીબી હોલકર દ્વારા જણાવવામાં આવ્યું હતુ લાસલગાવમાં ડુંગળીના ભાવો ૬.૩૫ રૂ. કિલો ૧૮ જુલાઈએ હતા તે ૨૮ જુલાઈએ ૧૩ રૂ કિલો થયા હોવાનું જાણવા મળ્યું છે. જે ભાવો ગત વર્ષે ૭ રૂપીયાથી પણ ઓછા હતા ગત જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂ કરી જૂન સુધી પર ૫ રૂ કિલો હતા.

ડુંગળીના ખેડુતો છેલ્લા કેટલાક મહિનાથી નુકશાની ભરપાઈ થાય તેવૂં ઈચ્છી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તે રોકવાની કોશીષ કરવામાં આવી રહી છે. જયારે વેપારીઓ જણાવે છે કે હાલમાં જે રીતે ભાવો વધી રહ્યા છે. તેના કારણે ભવિષ્યમાં સપ્લાય વધારવામાં પણ મદદ મળી રહેશે ખેડૂતોને ડુંગળીમાંથી કમાણી નથી થઈ રહી ત્યારે તેઓ ડુંગળીની વાવણી ઈચ્છી રહ્યા નથી ત્યારે હવે સારી કમાણી દ્વારા તેમને ખરીફ પાકો ઉગાડવા માટે ફરીથી પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં ડુંગળીની અછત નિવારી શકાશે એવું હોલકરે જણાવ્યું હતુ સપ્ટેમ્બર સુધીમાં ડુંગળીના ભાવો સ્થિરતા પ્રાપ્ત કરે અથવા નજીવો વધારો કરે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ ડુંગળીના ખરીફ પાક કર્ણાટક અને આંધ્ર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ વધારે થશે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.