Abtak Media Google News

ડીનના કહેવાી ૧૭ ફેકલ્ટીના અધ્યક્ષોએ અભ્યાસક્રમ બદલાવ્યો અને હવે વીસી કહે છે કે, જૂનો જ ચાલુ રાખો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીના ૧૭ વિષયમાં વિદ્યાર્થીઓને બે માસ સુધી નવો અભ્યાસક્રમ ભણાવ્યા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જૂનો અભ્યાસક્રમ જ ક્રમશ: ચાલુ રાખવાની વાત કરતા અધ્યક્ષો-વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આર્ટસ ફેકલ્ટીમાં દોઢ માસ બાદ પણ હજુ નવો અભ્યાસ મંજૂર ન થતાં વિદ્યાર્થીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષના અંતે નેશનલ એસેસ્મેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સીલની ટીમ મુલ્યાંકન માટે આવવાની હોય ત્યારે તેના નિયમ મુજબ દર ત્રણ વર્ષે અભ્યાસક્રમ બદલવાના નિયમનો આર્ટસ ફેકલ્ટીએ પાલન કર્યું હતું અને ૧૭ જેટલા વિષયોમાં નવો અભ્યાસક્રમ લાગુ કરી દીધો હતો. અને બે માસ સુધી છાત્રોએ પણ નવા અભ્યાસક્રમ મુજબ ભણવાનું પણ ચાલુ કરી દીધુ છે. જો કે હજુ અભ્યાસક્રમ માટે લેખીતમાં મંજૂરી મળી નથી. ડીનના કહેવાી ૧૭ ફેકલ્ટીના અધ્યક્ષોએ અભ્યાસક્રમ તો બદલી નાખ્યો પરંતુ હવે કુલપતિએ જૂના અભ્યાસક્રમ મુજબ જ ભણાવવાનું કહેવાતા અધ્યક્ષોમાં ભારે રોષ ફેલાયો છે. ભવનોના અધ્યક્ષોના જણાવ્યા મુજબ એકેડેમીક વિભાગનો જવાબ હતો કે, અભ્યાસક્રમ કુલપતિની સહીમાં એક માસી પેન્ડીંગ પડેલ છે ત્યારે આનો જવાબદાર કોણ તે સાબીત થતું નથી. યુનિવર્સિટીના આવા વામણા તંત્રી વિદ્યાર્થીઓને અવાર-નવાર હાલાકી ભોગવવી પડતી હોય છે.  ‘અબતક’ દ્વારા આજે આ મુદ્દે કુલપતિને ટેલીફોન સંપર્ક સાધવામાં આવ્યો હતો. જો કે, કુલપતિએ તેનો કોઈ જ ઉત્તર આપ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.