Abtak Media Google News

બોલિવૂડના મહાનાયક બિગ-બી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. તેમની ધીરજ, અભિનય, અને અવાજોની તો દુનિયા આખી દિવાની છે. અમિતાભ અંગે ફિલ્મ નિર્માતા સુજોયા ઘોષ જણાવે છે કે જો તમે અમિતાભ સાથે એક વખત કામ કરી ચુક્યા હોય તો તમને વારંવાર તેની સાથે કામ કરવાનું મન થશે. અમિતાભ એક નશો છે. આદત પણ કહી શકાય, હું હાલ એક સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. મને આશા છે કે અમે અમિતાભ સાથે કામ કરીશું. મન લાગે છે કે અમિતાભ એક ખરાબ આદત છે. તેની સાથે કામ કર્યા તેની તેને છોડવાનું મન ન થાય મારે તેમની સાથે ઘણી યાદો રહેલી છે. અને હવે હું  ફરી વખત તેની સાથે કામ કરવા માંગુ છું, આ પૂર્વ તેમણે અલાઉદીન, કહાની અને તીન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

અમિતાભે રવિન્દ્રનાથ ટાગોરની યાદગાર કવિતા ‘એકલા ચોલો રે’માં પોતાનો કંઠ આપ્યો છે. સુજોય ઘોષની ફિલ્મ કહાનીનું ગીત છે. આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. ૭૫ વાર્ષિક યંગમેન વિશે વાત કરતા સુજોય ઘોષ જણાવે છે કે બીગ-બીએ તેને ક્યારેય ખાલી હાથે રહેવા દીધા નથી તેણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. તે તેમની મહાનતા છે. અમિતાભે મારી ફિલ્મ અનુકૂલને જોઇ અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. હવે અમિતાભની આગામી ફિલ્મ ૧૦૨ નોટ આઉટ આવી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.