Abtak Media Google News

૨૪ કલાક ૩૬૫ દિવસ દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેવા છતા એક દિવસ પણ ચાલવાનું ચૂકયા નથી: નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ ડોકટરનો એવોર્ડ મેળવી ચૂકેલા ડો. હેમાણીને સ્પોર્ટસ અને મ્યુઝીક પ્રત્યે પણ લગાવ

૮ વર્ષનું બાળક પણ જયારે ચાલવામાં આળસ કરતુ હોય છે. ત્યારે ૮૦ વર્ષનાં શહેરનાં વરિષ્ઠ તબીબ ડો. હેમાણી જૈફ વયે આજની તારીખે પણ દરરોજ લાંબુ અંતર કાપીને યુવાવર્ગનાં મિશાલ બની રહ્યા છે. ૫૪ વર્ષથી તેઓ ચાલીને અત્યાર સુધીમાં લાખો કિલોમીટર ચાલી ચૂકયા છે. ઉપરાંત અનેક ખ્યાતનામ સંસ્થાઓ તથા નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતનાં સીએમ હતા ત્યારે બે વાર ડો. હેમાણીને બેસ્ટ ડોકટરના એવોર્ડ મળ્યા છે. જે સમયે એક પણ ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો એ સમય દરમિયાન એમણે અનેક વિકટ ઓપરેશનો પાર પાડયા છે. ઈન્ડીયન એસોસીએશનનાં પ્રમુખ રહી ચૂકેલા ડો. હેમાણીએ પોતાના જીવનની કેટલીક રસપ્રદ વાતોની ‘અબતક’ સાથે ચર્ચા કરી હતી.

Advertisement

ડો.એસ.ટી. હેમાણીએ જણાવ્યું હતુ કે પહેલા મારી પાસે સાયકલ ન હતી જેથી કસરતનો એક માત્ર વિકલ્પ ચાલવું જ હતો. મારા લગ્ન બાદ મારી પત્ની સાથે મે ચાલવા જવાનું શ‚ કર્યું હતુ. શ‚આતમાં અમે બંને ૪૦ વર્ષ ૯ કિલોમીટરથી પણ વધુ ચાલતા હતા ત્યારબાદ અમે ૬ કિલોમીટર જેટલું ચાલતા હત જીમમાં જો ટ્રેનીંગ વગર ખોટી કસરત કરવામા આવે તો નુકશાન પણ થઈ શકે છે. જીમમાં જો વધુ કસરત થાય કે કસરત સાથે યોગ્ય આહાર ન લેવાય તે પણ શરીરને નુકશાન થવાની સંભાવના રહે છે. પોતાની જીવનગાથા વિશે વિશેષમાં ડો. હેમાણીએ જણાવ્યું હતુ કે બાળપણમાં અમારા ઘરની સામે હોસ્પિટલ ખૂલી હતી આ હોસ્પિટલનાં ડોકટર સંત જેવા હતા તેઓએ પોતાની જાતને દર્દીઓને સમર્પીત કરી દીધી હતી. તેમાથી મને ડોકટર બનવાની પ્રેરણા મળી હતી. મારા પિતા વેપારી હતા. તેઓ ઈચ્છતા હતા કે, હું વેપારી બનું પરંતુ હું મકકમ હતો કે મારે ડોકટર જ બનવું છે. વધુમાં કેન્સર વિશે જણાવ્યું હતુ કેઘણા લોકોની એવી દલીલો હોય છે જે લોકોને વ્યસન હોતુ નથી તેઓને પણ કેન્સર થતું હોય છે. વ્યસન અને કેન્સરને પૃષ્ટી આપતુ પરીબળ છે. સૌરાષ્ટ્રમાં પાન, માવા અને ગુટખાએ મોનું ધરેણુ માનવામાં આવે છે. ૧૯૬૦થી મે ઓપરેશન કરવામાં શ‚ કર્યા હતા. સમય ઘણા અઘરા કેસોમાં અનુભવના આધારે પૂસ્તકોનો આધારે અને શિક્ષકોને પુછીને ઓપરેશનો સફળ બનાવવામાં આવતા હતા.

ઈન્ડિયન મેડીકલ એસોસીએશનમાં એમબીબીએસ થી આગળના ડોકટરો સભ્ય બની શકે છે. એસોસીએશનના મુખ્ય ત્રણ ઉદેશો હોય છે. વિજ્ઞાનને પ્રચાર કરી કેવી રીતે તેમાંથી શીખી શકીએ એ દર્દીઓને ઓછી તકલીફ સાથે વધુ ફાયદો કરાવી શકીએ તેમજ સમાજ સેવા આ ત્રણ ઉદેશો છે.Vlcsnap 2017 03 21 11H30M23S20 1

એઈમ્સ વિશે વધુમાં જણાવ્યું હતુ કે વૈજ્ઞાનીક રીતે વધુમાં વધુ લાભ વિશાળ વર્ગને મળી શકે તેવી ભાવના સાથે એઈમ્સ આવી રહ્યું છે. જયાં જયાં એઈમ્સ છે ત્યાં એઈમ્સ કરતા ૧૦ ગણા ડોકટરો પ્રાઈવેટ પ્રેકટીશનમાં કાર્યરત છે. પ્રાઈવેટ પ્રેકટીશનમાં એઈમ્સનાં લીધે કોઈ ફેર પડયો નથી. કારણ કેબંનેનાં વર્ગ જુદા છે. સીવીલ હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે સેવા આપવાની મારી ફરજ હતી જે મે પુરી પણ કરી હતી. મારા આ સેવા માટેનાપરસેવાની નોધ પણ લેવાણી હતી સેવા બદલ એવોર્ડ પણ મળ્યા છે.

વધુમાં પોતાના શોખ જણાવતા ડો. હેમાણીએ જણાવ્યું હતુકે દરેક સ્પોર્ટમાં દરેક સંગીતનો મને રસ છે હું સારો શ્રોતા છું અને કયારેક ઈચ્છા થાય તો સ્ટેજ પર ગાઉ પણ છું.

અંતમાં સંદેશ આપતા જણાવ્યું હતુ કે ડોકટર છે. તે પણ માણસ જ છે. માનવ સેવા કરવા માટે તેણે અવતાર લીધો છે. ડોકટરે પોતાનું શ્રેષ્ઠ કાર્ય પ્રદાન કરતો હોય છે. બસ લોકોએ ધીરજ રાખવાની જ‚ર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.