Abtak Media Google News

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાનો પરનો પ્રતિબંધ હટાવી લીધો

અબતક, નવી દિલ્હી

Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા લોકોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાણો પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને બહાર કાઢવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ઉડાણો અને સીટોની સંખ્યા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. મંત્રાલયના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે ભારતીય એરલાઈન્સને ઉડાણોની સંખ્યા વધારવાનું કહેવાયું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે યુક્રેનમાં પોતાના નાગરિકને દેશ છોડવા માટે કહ્યું છે. પરંતુ 20 ફેબ્રુઆરી પહેલા ત્યાંથી નીકળવા માટે કોઈ ઉડાણ ઉપલબ્ધ નથી. ત્યારબાદ ભારત સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

ઉડાણો અને સીટોની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવાના ભારત સરકારના નિર્ણય બાદ ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ સંચાલિત થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે એમઓસીએ વિદેશ મંત્રાલય સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર જેલેન્સ્કીએ રશિયાની સૈન્ય ટુકડીઓની સરહદથી વાપસી સંલગ્ન ખબરો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી. પશ્ચિમી યુક્રેનના એક સૈન્ય તાલિમ કેન્દ્રમાં વાતચીતમાં જેલેન્સ્કીએ કહ્યું કે ઈમાનદારીથી કહીએ તો અમે અમારી સામે હાલની સ્થિતિ જોઈને જ પ્રતિક્રિયા આપીશું અને અમને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાપસી થતી જોવા મળી રહી નથી. અમે માત્ર તે વિશે સાંભળ્યું છે.

તેમણે કહ્યું કે તેમને લાગે છે કે સામાન્ય લોકો એવી આશા રાખીને બેઠા હશે કે ડી-એસ્કેલેશન થશે. બીબીસી રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યાં સુધી જોખમનો સવાલ છે તો મે અનેકવાર કહ્યું છે કે કોઈ પણ પણ પ્રકારના જોખમને લઈને સંયમ વર્તી રહ્યા છીએ. કારણ કે અમને એ યાદ છે કે  આ બધુ કાલે શરૂ થયું નથી. આ બધુ અનેક વર્ષોથી ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.