Abtak Media Google News

બોલિવૂડમાં કસ્ટિંગ કાઉચની વાતથી કોઈ અજાણ નથી. જોકે હોલીવૂડ પણ આ દૂષણથી બાકાત નથી. ભારતના અનેક કલાકારોને હોલિવૂડમાં કામ કરવાના અભરખા હોય છે પરંતુ સફળતા કેટલાકને જ મળે છે.ત્યારે હોલીવૂડમાં કામ મેળવવા આપવા પડતાં બલિદાન અંગે મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. હોલિવૂડના નિર્માતા અને સ્ટુડિયો એક્ઝિક્યુટિવ હાર્વે વેઇન્સસ્ટેઇન સામે અનેક જાતીય હુમલાનાં આક્ષેપો થયા છે. લગભગ ત્રણ દાયકાના સમયગાળામાં નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન્જેલીના જોલી, ગ્વાનેથ પાટલ્રો, એશ્લે જુડ અને કેટ બેકીન્સેલની જેવી સેલિબ્રિટિ સાથે તેને અણછાજતું વર્તન કર્યું છે. હાર્વે વેઇન્સસ્ટેઇન દ્વારા ઐશ્વર્યારાય બચ્ચનને પણ ફસાવવા પ્રયત્ન કરાયો હોવાનું ખૂલ્યું છે. એક રિપોર્ટમાં, ખૂલ્યું છે કે, હાર્વેએ ઐશ્વર્યા રાય બચ્ચનને એકલા જ મળવાનો  પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના મેનેજરએ તેને તેનાથી બચાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.