Abtak Media Google News
  • ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ઉપરાંત ગોવિંદભાઇ ધોળકીયા, મયંક નાયક અને ડો. જશવંતસિંહ પરમારે શુભ વિજય મુહુર્ત ઉમેદવારી નોંધાવી: બિનહરીફ વિજેતા બનશે

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ર7મી ફેબુ્રઆરીના રોજ યોજનારી ચુંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ચારેય ઉમેદવારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલીની વિશેષ ઉ5સ્થિતિમાં વિજય વિશ્ર્વાસ સાથે શુભ વિજય મુહુર્ત ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા ગઇકાલે બપોરે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ઉપરાંત સુરતના જાણીતા ઉઘોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક અને ડો. જનવંતસિંહ પરમારને રાજયસભાની ટિકીટ આપવામાં આવી છે. આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. જયાં ભાજપના કાર્યકરો દ્વારા તેઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથે તેઓ સચિવાલય ખાતે ગયા હતા.

આજે બપોરે 12 કલાક અને 39 મીનીટના શૂભ વિજય મુહુર્ત રાજયસભાના ભાજપના ઉમેદવાર જે.પી. નડ્ડા, ગોવિંદભાઇ ધોળકીયા, મયંક નાયક અને ડો. જશવંતસિંહ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે રાજય સભાની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા  ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હોય ભાજપના ચારેય ઉમેદવારો બીન હરીફ વિજેતા જાહેર થશે.

ગુજરાતની રાજયસભાની 11 બેઠકો છે જેમાં હવે ભાજપ પાસે 11 બેઠકો આવી જશે. જયારે કોંગ્રેસના એક માત્ર સાંસદ શકિતસિંહ ગોહિલ રહેશે. તેઓનીમુદત પણ આગામી 2026માં પૂર્ણ થવાની હોય બે વર્ષ પછી ગુજરાતની રાજયસભાની તમામ બેઠકો ભાજપ પાસે આવી જશે.

જે.પી.નડ્ડાનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાનું નામાંકન કરવા અમદાવાદ એરપોર્ટ ખાતે પધાર્યા હતા તે પ્રસંગે કર્ણાવતી મહાનગર સંગઠનના હજારો કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સૌને આવકારી જે પી નડ્ડાનું સ્વાગત કર્યું હતું. આ તકે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, વિનોદભાઈ ચાવડા, મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના અધ્યક્ષ અમિતભાઇ પી શાહ, ધારાસભ્ય, સાંસદઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.