Abtak Media Google News

સમસ્ત વિશ્વકર્મા પરિવારના સંમેલનમાં દરેક આગેવાનો દ્વારા મજબૂત અને અસરકારક સંગઠન બનાવવા દ્રઢ સંકલ્પ

વિશ્વકર્મા પ્રભુજીની સીધી લીટીનો વારસદાર એવા વિશ્વકર્મા પરીવાર અસંગઠીત હોવાના કારણે રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને આર્થીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કમશ: ઘસાતો રહ્યો છે. ગુજરાતમાં વિશ્વકર્મા પરીવારની 12 ટકા વસ્તી હોવા છતાં તેની કોઇ નોંધ લેવાતી નથી તેનું મુખ્ય કારણ આપણે પોતે જ છીએ કારણ કે આપણા સમગ્ર પરિવાર વિશ્વકર્મા દાદાના સંતાનો તરીકે નહી પણ વિશ્વકર્મા દાદાની જ્ઞાતિમામાં વેચાયેલા છે. જેથી ઉપરોકત કોઇપણ જગ્યાઓ આપણી નોંધ લેવામાં આવતી નથી.

વિશ્વકર્માધામના નિર્માણ માટે 5 વિદ્યા આપાગીગાના ઓટલા નજીક જમીન સંપૂર્ણ વિનામૂલ્યે આપવાની નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) જાહેરાત

સમસ્ત વિશ્વકર્મા પરિવારના સંગઠન માટે ગાયત્રીનગર મેઇન રોડ પર કાર્યાલયનો શુભારંભ

ખરેખર તો આપણી 12% વસ્તીના પ્રમાણમાં આપણા વિશ્વકર્મા સમાજના લોકોને રાજકીય ક્ષેત્રે કોપોરેશનની ચુટણીઓ હોય, નગરપાલીકાની ચુટણીઓ હોય, તાલુકા પંચાયતની ચુંટણીઓ હોય જિલ્લા પંચાયતની ચુંટણીઓ હોય, ધારાસભાની ચુંટણીઓ હોય, તેમાં દરેક જગ્યાએ આપણા સમાજને આપણી જ્ઞાતિની વસ્તીઓ મુજબ રાજકીય ક્ષેત્રની અંદર રાજકીય હોદાઓમાં ભાગીદારી મળવી જોઇએ. રાજકીયક્ષેત્ર ચુટણીમાં યોગ્ય પ્રતિનીધીત્વ મળવુ જોઇએ. તેમજ ચુટાયેલા પાંખમાં આપણા હોદેદારોને યોગ્ય પ્રતિનીધીત્વ મળવુ જોઇએ. શૈક્ષણીક રીતે પણ યોગ્ય રીતે આપણા સમાજને પ્રતિનીધીત્વ મળવુ જોઇએ. જે વસ્તુ ત્યારે જ શકય બનશે કે સમગ્ર વિશ્વકર્મા સમાજને વફાદારીપૂર્વક અને નૈતીકતાપૂર્વક એક થઇ અને લડશે.

આ અત્યારે આવતા દિવસોમાં વિશ્વકર્મા પરીવારની તમામ ક્ષેત્રની નોંધ લેવાય તે માટે વિશ્વકર્મા પરીવારનું અસરકારક સંગઠન ઉભુ કરવાની તાતી જરૂરીયાતને લક્ષમાં રાખી વિશ્વકર્મા પરીવારના મજબુત અને અસરકારક સંગઠન માટે રવિવાર તા. 26-9-2021ના રોજ ભકિતનગર સોસાયટી પાસે આવેલ શ્યામવાડી ખાતે સમસ્ત વિશ્વકર્મા પરીવાર ગુજરાતના નેજા હેઠળ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકીની ઉપસ્થિતીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ગુર્જરક્ષત્રિય કડીયા સમાજ સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ, લુહાર જ્ઞાતિ સમસ્ત, સોમપુરા જ્ઞાતિ સમસ્ત, કંસારા જ્ઞાતિ સમસ્ત, પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત, કુંભાર પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત, કુંભાર પ્રજાપતિ સમસ્ત જ્ઞાતિ, સમસ્ત દરજી સમાજ જ્ઞાતિના રાજકોટ, જામનગર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરેન્દ્રનગર સહીતના શહેરોમાંથી વિશ્વકર્મા પરિવારમાં આવતા તમામ સમાજના પ્રમુખો, વિવિધ મંડળનોના પ્રમુખો, ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, નગર સેવક અને નગર સેવીકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને વિશ્વકર્મા પરિવારનું અસરકાર અને મજબુનત સંગઠન કરવાનો એકી અવાજે દઢ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો.

નરેન્દ્રબાપુ સોલંકીએ આવતા દિવસોમાં પ્રત્યેક જિલ્લામાં દસ હજારનું સંમેલન અને ત્યારબાદ સવા લાખ લોકોનું સંમેલન કરવાની કરેલ હાકલને ઉપસ્થિત ગુજરાત ભરના વિશ્વકર્મા પરિવારના આગેવાનોએ વધાવી લઈને આવતા દિવસોમાં જિલ્લે જિલ્લે વિશ્વકર્મા પરીવારનું સંમેલન બોલાવવાની ખાત્રી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભમા જુલીબેન લોઢીયાએ સંમેલનનો હેતુ અને વિશ્વકર્મા પરીવારના સંગઠનની શા માટે અને કેવી જરૂર છે તેની વિસ્તૃત છાણવટ કર્યા બાદ અમદાવાદથી આવેલ વિશ્વકર્મા ધર્મ પ્રચારક સંજય તલસાણીયાએ વિશ્વકર્મા પ્રભુજીની સ્તુતી રજુ કાર્ય બાદ સંમેલનનો મંગલ અને ઐતીહાસીક પ્રારંભ થયો હતો.

આપાગીગના ઓટલાના મંહત નરેન્દ્રબાપુ સોલંકીએ આ પ્રસંગે ઉદ્દબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આપણો વિશ્વકર્મા પરીવાર 12 ટકા જેટલો છે અને 78 લાખ જેટલી વસ્તી ધરાવે છે. આમ છતા આપણે અસંગઠીત હોવાને કારણે આપણો સમાજીક, આર્થીક, રાજકીય, શૈક્ષણીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કોઇ નોંધ લેવાતી નથી. સમાજ ટકવું હશે તો મજબુત અને અસરકારક સંગઠન સીવાય આપાગી એટલેકે વિશ્વકર્મા પરીવારનો ઉધાર નથી. હવે આજના સમયમાં વિશ્વકર્મા પરિવાર સંગઠીત નહી થાય તો આપણી આવતી પેઢી માફ નહી કરે. આવતી પેઢીને આપણે મો બતાવવા જેવા પણ રહીશુ નહી.

તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંગઠનમાં રાજકીય દ્રષ્ટીન હોય તો સંગઠનની કોઇ કિંમત રહેતી નથી. જ્યાં સમાજના સંગઠનની વાત હશે તેમજ સમાજના હીતની વાત હશે ત્યાં હર હંમેશા હુ તન, મન અને ધનથી વિશ્વકર્મા સમાજની સાથે છુ, અને દરેક લોકોએ પણ રહેવું જોઇએ.

તેમણે કહયુ કે, લોકસભા, ધારાસભા કે કોપોરેશનની ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિના સમીકરણો બોલાવા લાગે છે અને આ વિધાનસભામાં આટલા પાટીદાર, આ વોર્ડમાં આટલા પાટીદાર તેવી ગણતરી રાખી પાટીદાર સમાજને જ આગળ કરાય છે. ઓ.બી.સી., એ.ટી., ઓ.બી.સી.ની વસ્તી 78% હોવા છતાં ધ્યાનમાં લેવાતી નથી.  આપણો વિશ્વકર્મા પરીવાર સંગઠીત થાય, આપણી અસંગઠીતતાનો લાભ રાજકીય પક્ષો લઇ જાય છે.

નરેન્દ્રબાિએ જીલ્લે જિલ્લે મોટા સંમેલન યોજી શકાય, રાજય કક્ષાનું સંમેલન યોજી શકાય તે માટે પ્રત્યેક જીલ્લે જિલ્લે યુવાનોની ટીમ ઉભી કરવાનું આહવાન કર્યુ છે. અને 10000થી વધુ લોકોના મોટા સંમેલનો થાય દરેક પ્રકારના સંગઠનની વાત થાય ત્યાર બાદ સમગ્ર ગુજરાતભરમાંથી લાખો લોકો એકત્ર થઈ મહાસંમેલનો થાય તો જ આપણા સમાજની દરેક જગ્યાએ નોંધ લેવામાં આવશે.

વિશ્વકર્મા ધામ બનાવવાની જરૂરીયાત ગે તેમણે કહયુ કે, તમે મજબુત સંગઠન કરો નિયમો બનાવો, સમગ્ર સમાજો ભેગા થઇ અને એક વિશ્વર્મા મંડળ બનાવો જેથી સમગ્ર વિશ્વકર્મા સમાજનું સંગઠન થઇ શકે. એક દ્રષ્ટી મંડળ બનાવો, સમગ્ર સમાજો ભેગા થઇ એક દ્રષ્ટી મંડળ બનાો. વિશ્વમ ધામ બનાવવા આપાગીગાગાના ઓટલા પાસે 5 (પાંચ) વિઘા જમની આપવાની મારી તૈયારી છે. આપાગીગાના ઓટલે તો રોટલો 24 કલાકેય ચાલે છે એટલે આવા નિર્માણ પામેલ મંદિરમાં વિશ્વકમાર્ર્ પ્રભુજીના દર્શને આવતા લોકોને પ્રસાદ પણ મળી રહેશે.

વિશ્વકર્મા પરીવાર સંગઠીત થાય અને ઐતિહાસીક સંગઠન થાય તે માટે ગાયત્રીનગર મેઈન રોડ પર જીવરાજ ભવન ખાતેની બે ઓફીસની નરેન્દ્રબાપુ સોલંકીએ  વિશ્વકર્મા પરીવારને સમસ્તને વિનામુલ્ય સુપરત કરી છે અને આ ઓફીસમાં કાયમી સ્ટાફની પણ વ્યવસ્થા કરી છે. વિશ્વકર્મા પરીવાર માથી કોઇપણ પોતાની સમસ્યાઓ રજુ કરી શકે છે.

સંમેલનના પ્રારંભમાં સુથાર સમાજના સંજયભાઇ તલસાણીયા, કિર્તીબેન કવૈયા, પ્રજાપતિ સમાજના જામનગરના ગીરીશભાઈ અમેઢીયા, સાની સમાજના પ્રમુખ જગદીશભાઇ રાણપરા, અમદાવાદના કાલુરાય સુથાર, લુહાર સમાજના યોગેશભાઇ સોલંકીએ પ્રાસંગીક ઉદ્ધોદનમાં આજના સમયમાં વિશ્વકર્મા પરીવારના સંગઠનની જરૂરીયાત અંગે વિસ્તૃત રજુઆતો કરી હતી.

આ આયોજનને સફળ બનાવવા માટે આખા ગુજરાતમાંથી વિશ્વકર્મા વંશજના તમામ સમાજના સમુહને એકત્ર કરવા અને આખા ગુજરાતમાં રણશિંગુ ફુકી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ),  સંજયભાઈ મકવાણા, જુલીબેન લોઢીયા, સુરેશભાઈ પ્રજાપતિ અને ભાસ્કરભાઈ ગજરે જહેમત ઉઠાવી હતી. તેમજ વિશ્વકર્મા પરીવારના તમામ જ્ઞાતિના પ્રમુખ અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી સાથ અને સહકાર આપેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.