Abtak Media Google News

સવારના 10:30થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે

ગુજરાતમાં હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે. હવેથી દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે. જેમનો નંબર એ જ દિવસે ન આવે તો તેઓને આગળના દિવસે કેરી ફોરવર્ડ કરાશે.

આ અંગે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણીના મહાનિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તમને જણાવી દઇએ કે, કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પરિપત્ર અનુસાર, હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સવારના 10:30થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે. પહેલી શિફ્ટમાં ઇશ્યુ કરેલા ટોકનનું કામ હવેથી બીજી શિફ્ટમાં નહીં લેવાય. જે શિફ્ટમાં ટોકન ઇશ્યુ થયું હોય તે જ શિફ્ટમાં હવેથી બીજા દિવસે કામ લેવાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારે થોડાક દિવસો અગાઉ જ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને 12 કલાક સુધી શરૂ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે, હવેથી ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. કારણ કે વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા સરકારે આ નિર્ણય લીધો હતો.

પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે

ગાંધીનગરમાં અગાઉ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાતા હતા ત્યારે બંને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. આથી, ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો હવેથી બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.