Abtak Media Google News

1 હજારની વસ્તીવાળા શિયાળ બેટના માછીમારોની જાગૃતતાએ કોરોનાને ભગાડ્યો

ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ…. વાયરસની બીજી લહેરે શહેરોની સાથે સાથે ગામડાંઓને પણ ભરડામાં લઈ લેતા ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ ઝડપભેર વધ્યા હતા. પરંતું હાલ બીજી લહેર નિયંત્રણમાં આવતા કેસ ઘટી રહ્યા છે તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે એમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગરૂકતા આવતા કોરોનાની રફ્તાર ઘટી છે. ગામડાની સાથે ટાપુ પણ જાગી ગયા છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલ શિયાળ બેટ કે જે સંપૂર્ણપણે માછીમારી વ્યવસાયથી ધમધમતો બેટ છે. એક હજારની વસ્તી ધરાવતા આ બેટના માછમારીઓની જાગૃકતાએ કોરોનાને મ્હાત આપી છે. પીપાવાવ બંદરથી 600 મીટર દૂર આ નાનકડા ફિશિંગ ટાપુએ કોરોના સામેની જંગ કેવી રીતે જીતી શકાય તેનું અનુસરવા જેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

અરબી સમુદ્રથી ઘેરાયેલા આ શિયાળ બેટમાં દસ હજાર લોકોની વસ્તી છે અને કોવિડ -19નો એક પણ કેસ આજ સુધી અહીં નોંધાયો નથી. તે માત્ર નસીબ જ નથી પરંતુ અહીંના માછીમારોએ રાખેલી કાળજીનું પરિણામ છે. જ્યારે આખો દેશ રોગચાળો સામે લડાઇમાં ડૂબી રહ્યો હોય અને આ નાનું એવું ગામ  સ્વ બચાવમાં જુટાયું હોય તો કોરોના જેવો રાક્ષસ પણ શું કરી લેવાનો ?? ગામના સરપંચ ભાનુબેન શિયાળએ કહ્યું કે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પંચાયત કાઢા અને આયુર્વેદની દવાઓનું વિતરણ કરી રહી છે. ગામલોકો જાતે જ બહારના લોકોને મળવાનું

ટાળે છે. જેઓ માછીમારી માટે જાય છે અને જો તેઓને લક્ષણ જણાય તો તે ઘરે પાછા ફરતા નથી. ટૂંકાગાળામાં જાતે સારવાર લઈ પછી જ પાછા ફરે છે. ગામની લગભગ 99 ટકા વસ્તી માછીમારી પ્રવૃત્તિમાં જોડાયેલી છે, બહારની દુનિયામાં તેમનો સંપર્ક ખુબ ઓછો છે. કારણ કે ગામમાં જ બોટ પર રાશન અને દવાઓ ઉપલાબદ કરાઈ છે. સરપંચ ભાનુબેન શિયાળએ ઉમેર્યું કે અમે ગયા વર્ષથી તમામ સાવચેતીઓ રાખી રહ્યા છીએ, જેણે અમને અત્યાર સુધી બચાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે માહિતી આપતા કહ્યું કે આ વર્ષે કોરોનાના કોઈ કેસ નોંધાયા જ નથી. ગયા વર્ષે નોંધાયા હતા તો તે પણ માત્ર બે જ પોઝિટીવ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.