Abtak Media Google News

ચાંચની ખાડી ઊપર પુલ બનાવવામાં આવે જેથી રાજુલા-મહુવા જવા લોકોને સરળતા પડે

રાજુલા જાફરાબાદના ધારાસભ્યએ ચાંચ ગામની મુલાકાત દરમીયાન લોકો ને પડતી પારાવારીક મુશ્કેલી અંગે ખુદ જે લોકો આ મુસીબત નો સામનો કરે છે, તે લોકો ની સ્થળ ઉપર જઇ ને કરી ખાત્રી ધારાસભ્ય પોતે બોટ મા બેસી ને વિકટર બંદરે થી સામે કાઠે ચાંચ બંદર ખાડી નુ કેટલુ અંતર થાય છે તે બાબતે  પોતાએ નીરીક્ષણ કરેલ. તપાસ દરમીયાન લોકો ને અનહદ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને ત્યા ના લોકો ને ચાંચ બંદર થી વેરાવળ ભાવનગર હાઇવે રોડ સુધી પહોંચવા માટે ૩૦ કી. મી ફરી ને જવુ પડે છે.  જો હાલ ની વિકાસ ની વાતો કરતી તેમજ ગતીશીલ ના ગાણા ગાતી ભાજપ સરકાર દ્વારા જો આ ચાંચ ની ખાડી ઉપર પુલ બનાવવા મા આવે તો ચાંચ ના લોકો ને તાલુકા મથકે રાજુલા કે મહુવા જવા આવવા માટે ખુબજ સરળતા થઈ જાય તેમ છે. હાલની સ્થિતિએ જ્યારે ઇમરજન્સી ના સમયે કે કોઈ મહિલાની ડીલેવરી ના સમયે લોકો ને સારવાર વિના મોતને ભેટવુ પડે છે . સ્થાનીક લોકો ને રોજગારી, માટે બહાર જવા માટે પોતાના બાળકો ને સાથે લઇ જવુ પડે છે જેથી આ વિસ્તારના બાળકો અભણ રહી જાય છે.  લોકો ને ધોરી માગે પહોચતા વાર લાગે છે.  જેને કારણે લોકો ધાયો સંમય મુજબ કામ નથી કરી શકતા.  સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ખાડી ઉપર પુલ બાંધી આપવા ની માગણી કરેલ છે,  પણ  સાંભળે કોણ.?

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

હાલના ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા વિધાન સભામા પણ પ્રશ્ન ઉઠાવેલ, છતા આ વર્તમાન  સરકાર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના લીધે  લોકો ને પડતીનો હાલાકી નો અંત પણ આવતો નથી.  આ બાબતે હવે જો  સરકાર  દ્વારા ચાંચ ખાડી ઉપર જો માત્ર  ૩૦૦ મીટર પુલ નહી બાંધવા મા આવે તો ટુક સમય મા ગાધીનગર સચીવાલય નો ધેરાવ થાઇ તો નવાઇ ની વાત નહી . . .  અથવા તો આ વિસ્તારના લોકો દ્વારા ગાંધી ચીંધ્યા માગે આંદોલન ના મંડાણ પણ થશે .  ચાચ ગામ ની ખાડી વાળા સ્થળ ની  મુલાકાત કરતી વખતે ધારાસભ્ય  ની સાથે તાલુકા પંતાયત ના માજી  કારોબારી   ચેરમેન ભીખાભાઇ પીંજર, ગાંગા ભાઇ હડીયા સરપંચ કુડલીયાળા, આતાભાઇ પીંજર હડમતીયા, આતાભાઇ વાઘ કથીવદર  તેમજ. નારણભાઇ વાળા, બુધાભાઇ વાઘ, જોલાપર પરેશભાઇ.  જોડાયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.