નવા ટીસી બદલવા સ્ટોરમાંથી લઈ જઈ ઓઈલ કાઢી લેનાર એક ઝડપાયો

અમરેલી તાલુકા પો.સ્ટે.વિસ્તારમાંથી પીજીવીસીએલના નવા ટી.સી.માંથી ટી.સી, બદલવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ઓઇલ ચોરી કરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી રૂરલ પોલીસ..

જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી  પ્રદીપ પીજીવીસીએલ ધારી-0ર, સબ ડિવીજન વિસ્તારમાં ખેતી વાડીના ગ્રાહકોના લોડ વધારા માટેના ટી.સી. બદલાવવાના હોય, જે માટે અમરેલી ડિવીજન-02 ના સ્ટોરમાંથી

ટેમ્પો નં.જી.જે.-13-1-8516 માં લોડ કરી, પીજીવીસીએલ ધારી-0ર, સબ ડિવીજન ખાતે નહી લઇ જઇ, પોતાના ઘરે લઇ જઇ ગુન્હાહિત વિશ્વાસધાત કરી,  નવા 06  ટી.સી.માંથી 80 લીટર ઓઇલ, મળી કુલ કિ.રૂ.9680/- ની પોતાના અંગત ઉપયોગ અને પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ બદદાનતથી ચોરી કરી લેતો હતો જે અનું સાંધાને તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.ઇ.પી.બી.લક્કડ અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપી પ્રદીપ બતાડા ઉ.વ 20 ને અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે…..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.