Abtak Media Google News

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શેત્રુજી તથા જિલ્લાની અન્ય નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં ઇકો ઝોન ના હિસાબે કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે.

(૧) સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામે ઉજવળી નદીમાં રેતી ચોરી કરતાં બે ટ્રેકટર ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ.રૂ.૬,૩૩,૦૦૦/- (છ લાલ ત્રેતીસ હજાર) ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર (૧) ધનશ્યામભાઇ હરીભાઇ ચાવડા (૨) અતુલ ઉર્ફે મુન્નો સુરેશભાઇ રણોલીયા રહે.બન્ને વીજપડી તથા ટ્રેકટરના માલીક (૧) ગોવિંદભાઇ લીંબાભાઇ ખેરાળા રહે.ડેડકડી (૨) મધુભાઇ પતાભાઇ જોગરાણા રહે.વિજપડી તથા ભયલુભાઇ દોહલભાઇ ચાંદુ રહે.ધાંડલા વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસને સોપવામાં આવેલ છે.

(૨) અમરેલી ગોખરવાળા પુલ પાસે શેત્રુજી નદીમાં રેતી નું ખનન કરતું લોડર-૦૧ તથા રેતી ચોરી કરતાં ડમ્પર-૦૩ મળી કુલ કિ.રૂ.૨૦,૧૦,૦૦૦/- (વીસ લાખ દસ હજાર) ના મુદામાલ સાથે આરોપી (૧) કાંતીભાઇ રામસીંગભાઇ સંગોર ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી સા.કુંડલા ચોકડી મુળ વતનઃ- કાલાપાન તા.રાણાપુર જી.જાબવા મધ્યપ્રદેશ થાણુ રણાપુર (૨) ધનશ્યામભાઇ જીણાભાઇ સાથળા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી (૩) અમરદિપભાઇ વલકુભાઇ વાળા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.વરસડા તા.જી.અમરેલી(૪) દાઉદસા લલુસા પઠાણ રહે.અમરેલી (૫) અજયભાઇ કનુભાઇ તળાવીયા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.પુષ્કરધામ સોસાયટી લાઠી રોડ વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

આમ, અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો,લોડર,ડમ્પર સહિત કુલ રૂ. ૨૬,૪૩,૦૦૦/- (છવ્વીસ લાખ તેતાલીસ હજાર પુરા) નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,તથા ભાસકરભાઇ નાંદવા,તથા સુભાષભાઇ ધોધારી તથા રાહુલભાઇ ચાવડા તથા દેવરાજભાઇ કળોતરા તથા  દશરથસિંહ સરવૈયા,તથા પિષુયભાઇ ઠાકર,તથા જયસુખભાઇ આસલીયા તથા હરેશભાઇ વાણીયા તથા જેસીંગભાઇ કોચરા નાઓએ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.