Abtak Media Google News

રાજકોટમાં ગીત ગુર્જરી સ્થાનક વાસી જૈન ઉપાશ્રય દ્વારા માઁ વાત્સલ્ય યોજના હેઠળ માઁ અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.2 87અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું કે આજે માઁ અમૃતમ કાર્ડ કોર્પોરેશન અને જૈન સમાજના સંયુકત  ઉપક્રમે કાર્ડ કાઢી આપવામાં આવ્યાં છે.

Advertisement

અને કોર્પોરેશન દ્વારા પણ દર રવિવારે સમાજના જરુરીયાત મંદોને અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવે છે. મૉ અમૃતમ કાર્ડથી મોટી સર્જરીમાં પણ લાભ મળે છે. પહેલા તે એક લાખ સુધીનું હતું પરંતુ માનનીય મુખ્યમંત્રીએ સીનીયર સીટીઝન હોય તેને છ લાખ સુધીનો લાભ મળે છે. હાર્ટના ઓપરેશન જેવા ઓપરેશનનો પણ થઇ શકે છે. ઘણા લોકોમાં અમૃતમ કાર્ડનો લાભ લઇ રહ્યા છે.3 65અબતક સાથેની વાતચીત દરમિયાન ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ટ્રસ્ટી શિરીષભાઇ બાટવીયાએ જણાવ્યું કે, અમારા સંઘ દ્વારા જે મૉ અમૃતમ કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા તથા તેમને દરેક પદાધિકારીઓ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા, કોર્પોરેટર જૈમીનભાઇ ઠાકર ગોવિંદભાઇ પટેલ વગેરે ઉ૫સ્થિત રહ્યા તેઓએ અમને ખુબ સહકાર આપ્યો છે. તેથી અમે તેમના ઋણી છીએ ગુજરાત સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે પ્રસશનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.