Abtak Media Google News
મૃતકના પરિવારે લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો: મૃતદેહનું રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ: પોલીસને જોઇ ભાગતા પ્રૌઢનું હૃદય બંધ થઇ જતા મોત થયાનો પોલીસનો બચાવ

ધોરાજી તાલુકાના સુપેડી ગામે મહિલા બુટલેગરને ત્યાં પોલીસ દરોડો પાડવા જતાં પોલીસને જોઇ દારૂ ખરીદ કરવા આવેલા બંધાણીઓમાં થયેલી નાસભાગમાં એક પ્રૌઢનું હહૃય બંધ પડતા મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુપેડી ગામે દેશી દારૂનું વેચાણ કરતી લાભુબેન નામની મહિલા બુટલેગરને ત્યાં ધોરાજી પોલીસ સ્ટાફ દરોડો પાડવા માટે ગયો હતો. પોલીસને જોઇ દારૂની ખરીદી કરવા આવેલા બંધાણીઓમાં નાસભાગ થતા સુપેડી ગામના કાંતીભાઇ બાબુભાઇ સોલંકી નામના 45 વર્ષના પ્રૌઢ પડી જતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

કાંતીભાઇ સોલંકીના મોત માટે પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કાંતીભાઇ સોલંકીનું હહૃય બંધ પડી જવાના કારણે મોત થયાનું પોલીસ જણાવી રહ્યા છે.કાંતીભાઇ સોલંકીનું મોત માટે ધોરાજી પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા ધોરાજી ખાતે લઇ ગયા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રાજકોટ મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.ડીવાય.એસ.પી. મહર્ષિ રાવલ, ધોરાજી પી.આઇ. એ.બી.ગોહિલ, મામલદાર અને રાજકીય આગેવાનો તેમજ સામાજીક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.