Abtak Media Google News

Ahemdabaad Airport Drugs 3 એરપોર્ટ પર પ્રોટીન પ્રોડક્ટ્સ ખોલતા તેમાંથી કોકેઇનનો જથ્થો નીકળ્યો: એનસીબીને વધુ સ્ફોટક વિગતો મળવાની સંભાવના

અમદાવાદમાં આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકન નાગરિકના ચેકીંગ દરમિયાન તેની પાસે રહેલ પ્રોટીન પ્રોડક્ટ ખોલતા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને ૪ કિલોથી વધારે કોકેઇન મળી આવ્યું હતું. તેથી એનસીબીએ આફ્રિકન નાગરિકની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ લોક આઉટ સર્ક્યુલર પણ બહાર પડયું હતું. આંતરાષ્ટ્રીય કોકેઇન ટ્રાફિકમાં આ આફ્રિકન પકડાયા બાદ એનસીબીને મહત્વની કળી મળી હોવાનો શકયતા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી નાગરિક આજે મોટા પ્રમાણમાં કોકેઇન-ડ્રગ્સ લઈને આવી રહ્યો હોવાની બાતમી એનસીબીને મળી હતી. ડેરેન પિલ્લે નામનો યુવક ૧૧મી ઓગસ્ટ જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો. આ અગાઉ આ વ્યક્તિ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ આજે એનસીબીએ તેને ઝડપી લીધો હતો. જેના સામાનમાંથી પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળ્યા હતા. જેમાં આરોપીએ સિલ ખોલીને કોકેઇન ભર્યું હતું ત્યાર બાદ તેને ફરી સિલ કરી દીધું હતું.

અમદાવાદમાં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેંના જથ્થા બાદ એનસીબીનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૨૦૧૮માં નશીલા પદાર્થના ૧૬ કેસ કરીને ૬ કરોડના નશીલા પદાર્થ સાથે ૨૯ આરોપીને પકડ્યા હતા. ૨૦૧૯માં ૨૭ કેસ કરીને ૫૯ની ધરપકડ કરી ૪૦ કરોડના નશીલા પદાર્થ કબજે કર્યા હતા. જ્યારે ૨૦૨૦માં ૧૦ કેસ કરીને ૨૬ની ધરપકડ કરી અઢી કરોડના નશીલા પદાર્થ કબજે કર્યા હતા.

Ahemdabaad Airport Drugs 1

એટલું જ નહીં એરપોર્ટ પરથી ઝડપાયેલો આફ્રિકન આરોપી ડેરીક પિલ્લાઈ અગાઉ પણ અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યો હોવાની એનસીબીને આશંકા સેવાઇ રહી છે. આરોપી ટ્રાવેલ વિઝા પર ભારત આવ્યો હોવાનું એનસીબીની તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ પણ અનેક વખત તે ભારતમાં આવ્યો છે. જો કે તેણે અગાઉ કોને કોને કેટલું ડ્રગ્સ આપ્યું છે. તે અંગે હાલ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી પોલીસ પકડમાં ના આવે તે માટે વાયા અમદાવાદ થઈ ને દિલ્હી જવાનો પ્લાન ઘડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.