Abtak Media Google News

જૈનમ દ્રારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લા મહિનાઓથી જોવામાં આવી રહયું છે કે હદય સંબંધી બીમારી અને સ્થળ પર જ હાર્ટ એટેક જેવા બનાવો બની રહયાં છે. રમત ગમત, શ્રમ વાળુ કામ અને દાંડીયાની પ્રેકટીસ કરતાં લોકોમાં પણ આવા અઘટીત બનાવો બનવાના કીસ્સાઓ જોવા મળી રહયાં છે. ત્યાંરે હાલમાંજ જૈનમ દ્રારા એક પહેલ કરીને ગરબાના આયોજનોમાં આવી કોઇ ઘટના ઘટે તો ઇમરજન્સીમાં કોઇની મહામુલી જીંદગી બચાવી શકાય તેવા શુભ હેતુથી રાસ-ગરબાંના આયોજન સ્થળે ઇમરજન્સીની સ્થીતીને પહોંચી વળવા માટે ની વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે.

મહોત્સવ દરમિયાન ડોકટર, મેડિકલ ઓફીસર અને નર્સિંગ સ્ટાફ ઈક્વિપમેન્ટ સાથે સ્ટેન્ડ ટુ રહેશે

જૈનમની આ પહેલથી સમાજમાં અને સરકારી તંત્રમાં પણ સજાગતા અને જાગૃતી આવી છે. જેના પ્રતિસાદ રૂપે તંત્ર દ્રારા પણ અર્વાચીન રાસ ગરબાંના આયોજકોની એક મિટીંગ યોજીને ગરબાં રમતી વખતે કોઇ ખેલૈયાઓને હદય સંબંધી ગંભીર પરીસ્થીતી ઉભી થાય તો પ્રાથમીક સારવાર કે જેને મેડીકલ ની ભાષામાં ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે. જેમાં શરૂઆતના તબકકે જો તાત્કાલીક પ્રાથમીક સારવાર આપી શકાય તો દર્દી નું જીવન બચવાની શકયતાઓ ખૂબ વધી જતી હોય છે. માટે આવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. કોઇની મહામુલી જીંદગી બચાવી શકવામાં જૈનમ નિમીત બની શકશે તો આ પહેલનો આરંભ કરવાનો સંતોષ થશે તેમ જૈનમના આયોજક જીતુ કોઠારીએ જણાવ્યું છેે. જૈનમ પરિવારનાજ સભ્ય અને આઇ.એમ.એ. રાજકોટના પ્રેસીડેન્ટ ડો. પારસભાઇ ડી. શાહ  એ આ વ્યવસ્થા અંગે વિશેષમાં માહિતી આપતાં જણાવ્યું છે કે જૈનમ – કામદાર નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડ ઉપર કોઇ પણ હોસ્પીટલમાં હોય છે. તેવું ઈં.ઈ.ઞ. યુનીટ નું માઇક્રો સાઇઝ

સેટઅપ ખડુ કરવામાં આવશે. ગરબાના ગ્રાઉન્ડ ઉપર ઇમરજન્સીના સમયે દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઇમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવામાં આવશે.

દરરોજ હાજર સ્પેશ્યાલીસ્ટ સીનીયર ડો. દ્રારા માર્ગદર્શન અને સારવાર આપી જરૂર જણાયે આગળ રીફર કરી સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ રહેનાર એમ્બ્યુલેન્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે.

પંચનાથ હોસ્પિટલ સહયોગથી એમ્બ્યુલન્સ રોજ ગરબાંના શરૂ થી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. હિતેશભાઇ તલસાણીયા દ્રારા બેડ, વ્હીલ ચેર, ખુરશી, સ્ટ્રેચર ની વ્યવસ્થા કરવામાં આવી છે.  શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી રોજ મેડીકલ ઓફીસર, નર્સિગ સ્ટાફ, આયાબેન વિ. ખડે પગે રહેશે. દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એક્ષપર્ટ ડોકટરો નવરાત્રી દરમ્યાન રાત્રે 8 થી 12 સુધી ઉપલબ્ધ રહેશે. આ તકે એક્ષપર્ટ ડોકટરોની ટીમ માં તજજ્ઞ ડોકટરો ડો. પારસભાઇ ડી. શાહ, ડો. હીરેનભાઇ કોઠારી, ડો. રાજુભાઇ કોઠારી, ડો. અમીતભાઇ હપાણી, ડો. જયભાઇ તુરખીયા કે જેઓ જૈનમ પરિવારના સભ્યો પણ છે. તેઓ પોતાની સેવાનો લાભ આપવાના છે. આમ જોવા જઇએ તો એક મિની હોસ્પિટલ કે જયાં કોઇપણ સામાન્ય થી લઇને ગંભીર પરીસ્થીતીને પહોંચી વળવા માટે સજજ સેટઅપ ખડું કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.