Abtak Media Google News

જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ કે જેની જૈન ખેલૈયાઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હોય છે. તે સતત છઠ્ઠા વર્ષે દર વર્ષ કંઇક વિશેષતા સાથે યોજાવા જઇ રહ્યો છે. જૈનમમાં ખ્યાતનામ ગાયકો, સાજીંદાઓ દ્વારા આપણી ભારતીય, હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ ગીત, સંગીત, સુર, તાલ, લય સાથે ખેલૈયાઓને રમવા માટે મજબુર કરી દે છે. જેમાં કોઇપણ પ્રકારના વલ્ગારીટી વગરના કે દ્વિઅર્થી ભાષાવાળા કોઇ ગીતો કે શબ્દોની ઉપયોગ કર્યા વગર વિશુધ્ધ સંગીત પીરસવામાં આવે છે. પરિવારના દરેક સભ્યોને કર્ણપ્રિય એવા જુના, મધ્યમ, લેટેસ્ટ, ગુજરાતી, હિન્દી તેમજ આપણા કાઠીયાવાડી લોકસાહીત્યમાંથી ચુનિંદા ગીતોનો સમાવેશ કરી સુંદર સંયોજન સાથે રોજેરોજ અવનવી પ્રસ્તુતી દ્વારા જૈનમના ખેલૈયાઓ રોજ નવો ગીતોના તાલે ઝુમી ઉઠે છે.

ખેલૈયાઓને દરરોજ લાખેણા ઇનામ: વિવિધ સ્પર્ધા અને રોજ જુદી-જુદી થીમ તેમજ સરપ્રાઇઝ ઇવેન્ટ

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પારસભાઇ ખારાએ જણાવ્યું હતું કે જૈનમ્ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ કે જેમને 15 થી પણ વધુ ખ્યાતનામ એવોર્ડ્સ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત છે. જેમને છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતિભાથી એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે. તેવા પંકજભાઈ ભટ્ટએ 8000 થી વધુ મ્યુઝીક આલ્બમ, 150 થી પણ વધારે ગુજરાતી ફીલ્મ અને 10 થી વધારે હીન્દી ફીલ્મોને પોતાના સંગીતથી સજાવી છે. ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે 50,000 થી પણ વધારે ગીતો કમ્પોઝ કરનાર વિશ્ર્વનાં વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાનાં માધ્યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બનાવનાર પંકજભાઈ ભટ્ટ જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગાયકો તથા સાજીંદાઓને લીડ કરે છે.

આ વર્ષે પણ જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ સાથેનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા જૈનમના ખેલૈયાઓ તથા હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાં આ મહોત્સવને લાઇવ જોનારાં દર્શકોને ખૂબ આનંદ કરાવશે. નવરાત્રીમાં પોતાના ગીતોથી ખેલૈયાઓને ઘેલુ લગાડવા માટે ગાયકોની ટીમ સજ્જ થઇ ચુકી છે. આ વખતે ગાયકોમાં મુખ્યત્વે જોઇએ તો સિંગર ઉમેશ બારોટ, વર્સેટાઈલ સિંગર પ્રીતી ભટ્ટ, સિંગર પરાગી પારેખ, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર, વિશાલ પંચાલ-અમદાવાદનાં વર્સેટાઈલ સિંગર તેમજ ફ્યુુઝન સીંગર નમ્રતા ગોસલીયા જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલ ઉપર ડોલાવવા મજબુર કરશે.

1,00,000 જેબીએલ વર્ટેક્ષ સાઉન્ડ સીસ્ટમ જેમા સરાઉન્ડ સાઉન્ડ સીસ્ટમ દ્વારા પ્લે ગ્રાઉન્ડમાં ખુણે-ખુણે ખેલૈયાઓને ઝોમ ચડાવતુ સંગીત પહોંચે તેવી અદ્યતન સાઉન્ડ સીસ્ટમ માણીને ખેલૈયાઓની સાથે દર્શકો પણ રોમાંચીત થઈ ઉઠશે. દરરોજ વંદે મારતમ્ તથા ભક્તિ સંગીતનાં ગીતોનો સમાવેશ કરીને રાષ્ટ્રભક્તિનો રંગ પણ ઘુંટવામાં આવશે. જૈનમ્ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસાનાં સિધા માર્ગદર્શન હેઠળ જૈનમ્ ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.