Abtak Media Google News

માત્ર રૂપિયા 10માં પીરસવામાં આવે છે ભરપેટ ભોજન: અન્નક્ષેત્રની સરાહના

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂ જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી સમસ્ત જૈન સમાજના જનકલ્યાણઅર્થે રાજકોટ શહેર મધ્યે જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જૈન ભોજનાલય – રાજકોટ નો પ્રારંભ તારીખ 5/2/2023 ના રોજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ઉપર બીજા માળે કરવામાં આવ્યો. જેને પાંચ મહિનાનો સમય વ્યતિત થયો. સમગ્ર જૈન સમાજના અતૂટ વિશ્વાસ અને સાથ સહકારથી 55,000થી વધુ જૈન શ્રાવક, શ્રાવિકાઓએ પાંચ મહિનામાં જૈન ભોજનાલયમાં ભોજનનો લાભ લીધો.સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જૈન ભોજનલય અનેક સૌરાષ્ટ્ર, હાલાર, સોરઠ, ગોહિલવાડ, ભાલકાંઠા, ઝાલાવાડ, કચ્છ આદિ પંથકોના પથિકો જે રાજકોટ શહેરમાં આવે ત્યારે તે જૈન શ્રાવક, શ્રાવિકાઓ શુદ્ધ સાત્વિક ભોજન પામી અમીનો ઓડકાર લે. રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવે છે. વર્તમાન સમયે રોજ 400 ઉપરાંત સંખ્યા થવાથી જૈન ભોજનાલયની જગ્યા મોટી લેવા માં આવી છે.

માત્ર 10 રૂપિયામાં શુદ્ધ સાત્વિક જૈન પદ્ધતિથી બનેલું ભોજન આ માજા મુકતી મોંઘવારીના સમયમાં આપવું અતિ મુશ્કેલ હોવા છતાં દાતા પરિવારોના સાથ સહયોગ સહકારથી સરળ બની રહ્યું છે. દાતા પરિવારો વિશેષ રૂપે આ માનવતાના મહારથી કાર્યને આગળ ચલાવવા સહયોગી બને તેવી અપીલ ટ્રસ્ટી ગણે કરેલી છે.. ટ્રસ્ટીગણ અશોકભાઈ કોઠારી,મયુરભાઈ શાહ , હિતેશભાઈ મહેતા , ડો. પારસભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, અજયભાઈ ભીમાણી, અમિષભાઈ દોશી , મનિષભાઇ કામાણી , મેહુલભાઈ રવાણી, મિલનભાઈ કોઠારી , જયભાઈ ખારા, અજીતભાઈ જૈન , વિશ્વાસભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે. ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે

સાધર્મિક ભકિતનો અત્યાર સુધીમાં આશરે 55,000 ઉપરાંત સમગ્ર નવનાત વણિક જૈન સાધર્મિકો જૈન ભોજનાલયમાં લાભ લઈ ચૂક્યા છે.સુદાનથી આવેલ અસરગ્રસ્ત નવનાત વણિક જ્ઞાતિ ના જૈન બંધુઓ ને પણ બે મહિના બે ટાઈમ ભોજન ફ્રી માં આપવામાં આવેલ. જેઓ હવે પુન: સુદાન પધારેલા છે. તેમજ બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કીટ બનાવી અને હજારો ફુટ પેકેટ વિતરણ કરવામાં આવેલ. પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય ગુરૂણીમૈયાનાં જન્મદિન/દીક્ષાદિન કે પુણ્યતિથિ નિમિત્તે તથા પરિવારનાં સભ્યોનાં જન્મદિન નિમિત્તે કે લગ્નદિન તથા પરિવારજનો કે વડીલોની પુણ્યતિથિ નિમિત્તે જૈન ભોજનાલય ને અવશ્ય યાદ કરશો. દાન આપવા ઈચ્છુક હોય તેઓ 100 રૂપિયાનું એક ટિફિનનાં ગુણાંકથી દાનરાશિ અર્પણ કરી શકે છે.વિશેષ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.