16મી સદીનું શિવનું પ્રાચીન મંદિર કે જ્યાં અધોરી કૈલાસપતિ ઘેરાયેલા છે અપ્સરાઓથી, પોળોના જંગલોમાં બિરાજમાન શિવાલયનો જાણો અદ્ભુત ઈતિહાસ

હિતેશ રાવલ, સાબરકાંઠા:

સમગ્ર ગુજરાતમાં શિવ શક્તિ, દેવી-દેવતાઓની કલાકૃતિ વાળા અને ઐતિહાસિક ધરોહર સમાન એવા મંદિર કે જેને જોવું પણ એક લ્હાવો છે. આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર અને અંતિમ દિને ચાલો તમને કુદરતી વાતવરણમાં સાબરકાંઠાના વિજયનગરના પોળો જંગલમાં બિરાજમાન મહાદેવના દર્શન કરાવીએ. આ સ્થળ છોટા કાશ્મીર તરીકે પણ પ્રખ્યાત છે. પોળો ફોરેસ્ટમાં આવેલ ભગવાન ભોળિયાનાથનું આ મંદિર શિવપંચાયત તરીકે ઓળખાય છે.

ઇડરથી વિજયનગર પોળો તરફ જતા આ પવિત્ર અને સુંદર કલાકૃતિ વાળું મંદિર છે… શુ છે આ મંદિરની વિશેષતા અને કલાકૃતિ, 2 માલ અને ગુંબજ, સ્તંભોની અલાકૃત મંદિરની શુ છે દંતકથા..?? શિવ પંચાયત તરીકે ઓળખાતા એવા સ્થળ પર બિરાજમાન શારણેશ્વર મહાદેવ વીશે વિશેષ વિગતે જાણીએ…

સ્મશાનવાસી અને ભૂત-પ્રેતના સાથી મનાતા ભોળાનાથનાં અનેકો સ્વરૂપો છે. ત્યારે ઘણા ઓછા લોકોને ખબર છે કે ભોળાનાથનું એક અલૌકિક શૃંગારિક સ્વરૂપ પણ છે. હા, સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજેલા શારણેશ્વર મહાદેવ માતા ઉમા સાથેના તેમના શાંશારિક સ્વરૂપ સાથે બિરાજમાન છે. અહી અપ્સરાઓ પણ છે. એટ્લે જ આ સ્થળને શિવ પંચાયત તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૬મી સદીમાં અરવલ્લીની ગિરિમાળાઓ અને વનરાજીમાં ઘડાયેલા આ ભવ્યાતિભવ્ય અને પ્રાચીન મંદિરમાં બિરાજે છે શારણેશ્વર મહાદેવ.

ઐતિહાસિક સાથે પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત કલાકૃતિનો નમૂનો એટ્લે શારણેશ્વર મહાદેવ મંદિર

પોળોના ગાઢ જંગલોમા કલા–કોતરણીના અદ્ભુત સંયોગને ઉજાગર કરતુ આ પ્રાચીન મંદિર પ્રવાસીઓને પણ આકર્ષે છે. આ જગ્યા જંગલો અને પર્વતીય હારમાળામાં કુદરતી ખોળામાં શિવના પાવનકારી દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. સાબરકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળા સાથો સાથ કુદરતનો જો અનુભવ કરવો હોય તો છોટા કાશ્મીર તરીકે ગણાતું પોળો જવાની એન્ટ્રીની જગ્યા તમને કુદરત ઇતિહાસ અને ધર્મ સાથેના સંગમ સાથે આ શારણેશ્વર શિવાલય નિહાળી શકો છો. અહી આજુબાજુનું સુંદર વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્ય અદભુત છે. ઐતિહાસિક સાથે પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત કલાકૃતિનો નમૂનો જોવા મળે છે. પહાડ, જંગલ, નદી કિનારોથી સજ્જ આ જગ્યા લોકોને આકર્ષિત કરે છે. દુર દૂરથી આવતા લોકો માટે સુંદર કલાકૃતિ આધારસ્તંભો જોઈને પર્યટકો અને દર્શનાર્થીઓ સેલ્ફી, પ્રીવિડીગ, ફોટોશૂટ કરવા આકર્ષિત થતા હોય છે. તેમજ આપણો ભવ્યાતિભવ્ય વારસો સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને બતાવવા આ મંદિરની કલાકૃતિઓ જોવા માટે પ્રવાસ અર્થે લઈ આવતા હોય છે.

મુઘલ શાસકોએ મંદિર ધ્વસ્ત કર્યુ છ્તા અડીખમ

ઈસવીસન પંદરમી સદીના સમયગાળામાં આ મહાદેવ મંદિરની જાહોજલાલી કેવી હશે તે તમે આ મંદિરની ભવ્યકલાકૃતિ અને સુંદર જગ્યા જોઈને સમજી શકો છો. ત્યારે રજવાડાનું રાજ્ય હતું અને તે સમયે સાબરકાંઠાનું ઇડર સ્ટેટ અને આ તરફ રાજસ્થાન પહાડી સરહદી વિજયનગરની મોટી નગરી કહેવાતી હતી તે વખતેનું આ અનોખું મંદિર છે. મુઘલ શાસકોએ ઘણા મંદિરો ધ્વસ્ત કર્યા પણ આ બે માળનું મંદિર પણ ધ્વસ્ત કર્યા પણ આ મંદિરની પ્રભાવી શક્તિના કારણે તેના કોતરની સ્તંભ અને શિલાલેખ તેમનું તેમ અડીખમ રહ્યું છે અને હાલ પણ આ શિવાલયના પૂજા પાઠ શરૂ છે.

વિજયનગરના પોળોના એન્ટ્રી ગેટ જતા જ શારણેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ દેખાશે અને ડાબી સાઈડ પર આ ભવ્ય કલાકૃતિ શિવાલયનો નજારો જોવા મળશે. શિવાલયમાં પ્રવેશતા સામે ભવ્ય કિલ્લો જોવા મળશે. મોટો પૌરાણિક દરવાજો દેખાય છે ત્યાં જતાં જ તમને દિવાલ અને મોટા સ્થાપત્ય પથ્થરની કોતરણી, દિવાલ બાંધકામ મજબૂતી અને કલાનો નજારો જોવા મળશે. શિવાલયની બંને બાજુ મૂર્તિઓનો ગોખ રાખવા રાખેલ છે હાલમાં આ મૂર્તિ ખંડિત થતાં હાલ ગોખ ખાલી છે.

મોહમ્મદ ખીલજીના સમયમાં મંદિર ધ્વસ્ત કરવામાં આવેલું

મંદિર દરવાજાની જેવા અંદર પ્રવેશો ત્યારે મોટા ઊંચા સ્તંભ પર નંદી પ્રસ્થાપિત કરેલા જોવા મળે છે અને શિવ અને નદીનું સ્વરૂપ અહીંયા સાક્ષાત જોવા મળી રહ્યું છે. જેપી કે આ સ્થાપત્ય કેટલૂ જૂનું છે તે હજી જાણી શકાયું નથી કારણ કે ૧૫મી થી ૧૬મી સદીમાં ગુજરાત ઉપર આક્રમણ થયું હતું પણ તે વખતે મંદિરો તૂટ્યાં ન હતા. જો કે આ અગિયારમી સદીમાં બનેલું હોઇ શકે એવું માની શકાય. આ સમય દરમિયાન મોહમ્મદ ખીલજીના સમયમાં મંદિર ધ્વસ્ત કરવામાં આવતા હતા હાલમાં આ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા તેની દેખરેખ રખાય છે. અને આ વિભાગ દ્વારા મંદિરની પૂજા પાઠ તરીકે મહારાજ પણ મુકાયેલા છે. આજુબાજુ આ પરિસરમાં ખંડિત મૂર્તિઓ ઠેરઠેર છુટી છવાઈ નજરે જોવા મળી રહી છે.

આ મંદિરને આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના બોર્ડ લગાવેલ છે જે ૧૫મી સદીના છે તેવું વર્ણવેલું છે પણ મંદિરનું બાંધકામ કઈક અલગ બોલતું હોય તેવું લાગી રહ્યું છે પણ આના પુરાવાના આધારિત હાલમાં મંદિર લોકોનું આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ મંદિરમાં પ્રવેશતા જ ટોચની ભાગમાં ઓમ નમઃ શિવાય લખેલું છે. જે ભક્તિભાવમાં ઉમેરો કરે છે. મંદિરનો ઉપરનો મુખ્ય ગુંબજની ટોચના ભાગમાં જોતા હોય ત્યારે તેના આજુબાજુનો ભાગ ખંડિત થયેલું હોય તેવું દેખાઈ છે. આ મંદિરની ભવ્યતા કેટલી હશે તે તો જોઈને મુખમાંથી ભવ્યતાના અલ્હાદક શબ્દોનો મારો બહાર આવી જાય તેવું સુંદર નજરાણું છે.

મંદિરની 360 દીવાલોની કલાકૃતિ અદ્ભુત અને અવર્ણનીય

આ મંદિરની બહારની બાજુ કંડોળાયેલી દીવાલો પર મૂર્તિઓની કલાકૃતિઓમાં યમ, જંધા, બ્રહ્મા, ભૈરવ, ઈન્દ્ર, વિષ્ણુ, મહેશ, પાર્વતીજી, ગણેશજી, ઈન્દ્રાણી, અપ્સરાઓ અને સાથોસાથ કામસૂત્ર શિલ્પો મુખ્ય છે. આ મંદિરની 360 દીવાલોની આ સુંદર કલાકૃતિ અને શિલ્પોનું પૌરાણિક શિવાલય કોઈ મોટી નગરી સાથે જોડાઈ હોય તેવું લાગે છે. કલાકૃતિના ચાહકો અને જૂની ભવ્યતાના પ્રેમીઓ માટે આ મંદિર અતિ પ્રાચીન અને ભવ્યતાના દર્શન માટે મહત્વપૂર્ણ મંદિર છે. આ મંદિરની ઉપરની ગુંબજની ઓપ ઢલા ની હાલમાળા નીચેની સાઈડમાં કલાકૃતિઓનું સુંદર નજરાણું જોતા મંત્રમુગ્ધ થઇ જવાય છે.

પુજારી હિરેનભાઈએ જણાવ્યુ છે કે શારણેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાત ફૂટ કરતા વધારે ઉંડાઈમાં છે. મંદિર પરિસરની ચોકની ડાબી બાજુમાં રક્તચામુંડાની ચારભુજા વાળી મૂર્તિ છે. જેમાં એક હાથમાં વજ્ર અને બીજા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. જોડે હાથમાં રક્ત પાત્ર પકડેલું જોવા મળી રહ્યું છે. રક્તચામુંડાની કલાકૃતિ જોઇને દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ થાય છે.

રાજસ્થાનના સિરોહીની રાજકુંવરી સાથે જોડાયેલી છે દંતકથા

શારણેશ્વર મહાદેવની કથા પણ ચર્ચિત છે. જે આ મંદિર રાજસ્થાનના સિરોહીની રાજકુંવરીની સાથે જોડાયેલ છે. રાજકુમારીનો રોજનો એક નિયમ હતો કે શિવ આરાધના કર્યા પછી ભોજન ગ્રહણ કરવું પરંતુ રાજકુંવરીના લગ્ન વિજયનગરી ગણાતી કે જે સાબરકાંઠાના વિજયનગરના રાજકુંવર સાથે થયા હતા. રાજકુંવરીએ શિવની આરાધના કરી શક્યા ન હતા તેથી ભગવાન તેમને દર્શન આપે તેવી માનતા અને ઉપાસના રાખી જે આ ઉપાસના અને તપશ્ચર્યાથી પ્રસન્ન થતાં તેમને હું આ જગ્યાએ શિવ તરીકે પ્રસ્થાપિત છું તેવું સ્વપ્ન આપ્યું હતું અને આ જગ્યાએ ખોદકામ કરાવ્યું તેથી આ શિવાલય અને મંદિરના સ્થાપત્ય જોવા મળ્યા અને તે સમયે આ મંદિરનું નિર્માણ કરાવ્યું જે આજે આ શારણેશ્વર મંદિર તરીકે ખ્યાતનામ છે.

પ્રખર શિવભક્ત એવા મહારાણા પ્રતાપ અહી શિવની આરાધના કરતા

એક લોકવાયકા પ્રમાણે મહારાણા પ્રતાપ અહી ગુપ્ત વેશે રહેલા. પ્રખર શિવભક્ત એવા મહારાણા પ્રતાપ અહી શિવની આરાધના કરતા. ભોળાનાથના આશીર્વાદના પ્રતાપે જ તેમણે અહીનાં આદિવાસી સ્થાનિક લોકોનો સહકાર મેળવી ફરી પોતાનું રાજ્ય પાછુ મેળવેલું. ત્યારે આજે પણ લોકો આ મંદિરનો ગૌરવપૂર્ણ ઈતિહાસ જાણી ભોળાનાથના સૌદર્યના દર્શન કરવા તથા મંદિરનું કલા-કોતરણીને માણવા અચૂક આવે છે.

ભૂત પ્રેતોથી ઘેરાયેલા રહેતા કૈલાસપતિ અહી ઘેરાયેલા છે અપ્સરાઓથી

તમને જાણીને નાવી લાગશે કે સામાન્ય રીતે સ્મશાનવસી અને ભૂત પ્રેતોથી ઘેરાયેલા રહેતા કૈલાસપતિ અહી ઘેરાયેલા છે અપ્સરાઓથી… અપ્સરાઓની વિવિધ અંગ-ભંગીમાઓથી મંડિત આ મંદિર શિવના એક કદીના જાણેલા સ્વરૂપને છતું કરે છે. પ્રાચીન એવા આ મંદિરની ફરતે વિવિધ અંગ-મરોડો સાથે અપ્સરાઓ તો છે જ પણ સાથે સાથે શિવ અને માતા ઉમાના લગ્ન બાદ મહાકવિ કાલીદાસે પોતાના મહાકાવ્ય ‘કુમાર સંભવમ’માં જે શિવ ઉમાના પ્રણયનું વર્ણન કર્યું છે તે કામ શિલ્પો પણ અહી જોઈ શકાય છે. જે આ મંદિરની એક અનોખી વિશેષતા છે. અહી અનેકો અપ્સરાઓ વચ્ચે બિરાજ્યા છે શિવજી.