Abtak Media Google News
  • રોડ શોમાં દરેક સમાજના લોકો પોતાના પરંપરાગત પોષાકમાં સજ્જ રહી અભિવાદન ઝીલશે: સ્ટેજ ઉપર શીખ, સિંધી, તુરી બારોટ વાજીંત્રો સાથે ઉપસ્થિત રહી સ્વાગત કરશે, શહેરના 500થી વધુ મંદિરના પુજારીઓ, સાધુ-સંતોને નિમંત્રણ પાઠવાયા
  • 100થી વધુ વિવિધ સમાજોના આગેવાનો સાથે બેઠક યોજતા પ્રમુખ મુકેશ દોશી
  • રોડ શોમાં રંગબેરંગી ફૂગ્ગાઓ, ભાજપના ધજા પતાકા, ઝંડી ઝંડા અને ટોપી કેસરીયા ખેસ સાથે દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે

Rajkot News
અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ બાદ સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે પધારી રહ્યા છે ત્યારે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત મેયર બંગલા ખાતે 100થી મીટીંગ યોજવામાં આવેલ હતી. તેમ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

Anero Thanganat In Rajkot City Bjp To Welcome Prime Minister Narendra Modi
Anero Thanganat in Rajkot city BJP to welcome Prime Minister Narendra Modi
Anero Thanganat In Rajkot City Bjp To Welcome Prime Minister Narendra Modi
Anero Thanganat in Rajkot city BJP to welcome Prime Minister Narendra Modi

આ ઉપરાંત તમામ એન.જી.ઓ., એડવોકેટ, સી.એ., ટેક્ષ ક્ધસ્લટન્ટ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ, ડોકટર્સ એસોશીએશન, કેમીસ્ટ એસોશીએશન, ડાયમંડ એસોસીએશન, સીલ્વર એસોસીએશન, ઈમીટેશન જવેલરી એસોસીએશન, રોલ પ્રેસ એસોસીએશન સહિતના સાથે દિવ્યાંગ બાળકો માટે કાર્ય કરતી પ્રયાસ સંસ્થાના બાળકો, કર્ણાવતી સ્કુલના વિદ્યાર્થીઓ, વિવિધ રાસમંડળી સહિત ઉપસ્થિત રહી તેમજ રોડ શોમાં રામાયણ યાત્રાનું સ્ટેજ, નાસિક ઢોલ, ચંદ્રયાન અને સ્પોટર્સ થીમ, સહિતના સ્ટેજ ગોઠવવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શો તેમજ જાહેરસભામાં ઉમટી પડવા અનુરોધ કરવામાં આવેલ હતો. આ તકે સમાજના આગેવાનોએ પોતાના સમાજના લોકોને જેમાં ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર, કલાકારો દ્વારા સંગીત સંધ્યા, માલધારી સમાજ દ્વારા રાસ મંડળી, ક્ષત્રિય સમાજ દ્વારા બહેનો પરંપરાગત પોષાકમાં, યોગ બોર્ડ દ્વારા લાઈવ કાર્યક્રમ યોજાશે. નરેન્દ્રભાઈ મોદીના રોડ શો ના માર્ગ પર ભવ્ય રામમંદિરની થીમ ઉભી કરાશે.

આ સાથે તુરી બારોટ સમાજ રાવણ હથ્થા સાથે, શીખ, સીંધી, વોરા સમાજ પોતાની બેન્ડ પાર્ટી સાથે ભાગ લેશે. ક્ષત્રિય સમાજ તેમના પરંપરાગત પોષાક સહિત વિવિધ સમાજના લોકો જાહેર સભામાં આવવા માટે આગેવાનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગર શહેર ભાજપના તમામ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા તેમના વિસ્તારના લોકોને રોડ શો તેમજ જાહેરસભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ તેમના રોડ શોમાં એરપોર્ટથી લઈ રેસકોર્ષ સુધીના રોડ શોમાં રંગબેરંગી ફુગ્ગાઓ, ભાજપના ધજાપતાકા, ઝંડી ઝંડા અને ટોપી કેસરીયા ખેસ સાથે દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે. રોડ શોના ફુલ સ્ટેજ ઉપર શીખ, સિંધી, તુરી બારોટ પોત પોતાના વાજીંત્રો સાથે ઉપસ્થિત રહી સ્વાગત કરશે.

Anero Thanganat In Rajkot City Bjp To Welcome Prime Minister Narendra Modi
Anero Thanganat in Rajkot city BJP to welcome Prime Minister Narendra Modi

આ તકે શહેરના 500 થી વધુ મંદિરના પુજારીઓ, સાધુ-સંતોને નિમંત્રણ પાઠવાયા અને જનસંઘ અને મીશાવાસીથી લઈ ભાજપના તમામ પૂર્વ હોદ્દેદારો અને આગેવાનોને નિમંત્રણ રવાના કરાયા હતા. આ આગેવાનોને રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આમંત્રિતો અને આગેવાનો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવાશે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા ઉપસ્થિત રહેશે. શહેરના રાજમાર્ગો પર નરેન્દ્રભાઈ મોદીને આવકારતા બેનરો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે આ તકે શહેર ભાજપની ટીમ અને સોશીયલ મીડીયા ટીમ તરફથી એક અનેરૂ છોગું ઉમેરવામાં આવશે તેવું શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું.

Anero Thanganat In Rajkot City Bjp To Welcome Prime Minister Narendra Modi
Anero Thanganat in Rajkot city BJP to welcome Prime Minister Narendra Modi

આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ ક2વા પધારનાર છે. જેમાં જેમાં એનર્જી પેટ્રોકેમીકલ ડીપાર્ટમેન્ટ, રાજકોટ-પોરબંદરના 66 કેવી સબ સ્ટેશનનોમાં 40 કરોડના લોકાપર્ણ, આરોગ્ય રાજકોટ એઈમ્સ-1195 કરોડનું લોકાર્પણ, રોડ એન્ડ બીલ્ડીંગ પોરબંદર પંથકમાં હાઈવેનું 42 કરોડનું લોકાર્પણ, રાજકોટ મહાનગરપાલિકાનું કુલ 5 કામોનું 109 કરોડનું લોકાર્પણ, રાજકોટ શહેરી વિકાસ સતામંડળ-રૂડાનું 2, ગામોમાં પાણી સપ્લાય સ્કીમનું 95 કરોડનું લોકાર્પણ, રાજકોટ મહાનગરપાલિકાનું 22 વર્કનું ખાતુમુહૂર્ત કુલ 297 કરોડનું જાહેર, રાજકોટ રેલ્વે રાજકોટ સુરેન્દ્રનગર 116 કિ.મી.ની ડબલ ટ્રેક લાઈન 1399 કરોડનું લોકાર્પણ એમ કુલ 8 કામોમાં 3291 કરોડના લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે.

આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલ ખાતે તેમના લોકાર્પણ સમયે લાસ્ટ નર્તન ઈન્સ્ટિટયુટ ઓફ ક્લાસના કલાકારોના સેમિ કલાસિકલ અને લોકનૃત્ય તેમજ ગુજરાતના ગરબા પ્રસ્તુત ક2વામાં આવશે. આ ઉપરાંત રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં પ્રસિધ્ધ કલાકારોથી ગીતાબેન રબારી અને કલાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. નટરાજ ગૃપના 10 કલાકારો ઢોલ, છત્રી, શરણાઈ સાથે પ્રધાનમંત્રીનું ઉત્સાહભેર સ્વાગત કરશે. તાંડવ નૃત્ય એકેડમીના 18 કલાકારો માંડવડી સાથે વિશિષ્ટ નૃત્ય રજુ કરશે. શ્રી શકિત વૃંદના 18 કલાકારો દાંડિયા, રંગબેરંગી છત્રીઓ, રૂમાલ સાથે રાસ રજુ કરવામાં આવશે. શ્રી શકિત વૃંદ, ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન ગરબા ક્ષેત્રેના કલાકારોને ગુજરાતના ગરબા પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.