Abtak Media Google News

પ્રકરણ શિક્ષણ વિભાગમાં ઉચ્ચકક્ષાએ લઈ જવા તજવીજ

રાજુલા શહેરની પ્રાથમીક કન્યા શાળા નં ૩ મા શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રમોદ કનપરીયા એ પોતાના  હોદ્દા નો ગેર ઉપયોગ કરી ને રાજુલા જેવા શહેરી વિસ્તારની શાળા મા આસાની થી નિમણૂક મેળવી લીધી હોવાનો ને સરકારી તંત્ર ને ગેરમાર્ગે દોરી ને નિમણૂક અપાયાની ચર્ચા વહેતી થઈ છે.

Advertisement

આ અંગેની વિગત એવા પ્રકાર ની છે કે શિક્ષકો ને વર્ષો ની તપસ્યા પછી શહેરી વિસ્તારની સ્કુલ મળતી હોય છે ત્યારે આ શિક્ષકે પોતાની વગનો ઉપયોગ કરીને તેમજ બાહુબલી શિક્ષકો ના સહકાર થી અને સરકારી બાબુઓ સાથે સાંઠગાંઠ કરી ને નિમણુંક મેળવ્યાનુ શિક્ષક આલમ મા ચર્ચાઈ રહ્યુ છે.

શિક્ષક  એ વિકટર થી વિકલ્પ લઇને પ્રથમ તેમની સ્કુલ મા જગ્યા હોયતો ત્યા ને નહીતર પેસેન્ટર ની પેટા શાળા મા જગ્યા હોય તો ત્યા હાજર થવાનું રહે છે પરંતુ આ શિક્ષકે સરકારી નિયમ નો ઉલાળીયો કરી ને વિકટર પે. સે. શાળા મા જગ્યા હોવા છતા તેમજ પેટા શાળાઓ ચાંચ, ખેરા, પટવા, જોલાપર, મજાદર જેવા અંતરિયાળ શાળા મા જગ્યા હોય નિયમ મુજબ તે શાળા મા જવા ના બદલે રાજુલા શહેર ની શાળા મા નિયમ વિરુદ્ધ નિમણૂક લાગવગ ના ધોરણે મેળવી લીધી છે.

આ ઉપરાંત કન્યાશાળા નં૩ રાજુલા મા સરકાર તરફથી એચ. ટાટ આચાર્ય મુકવામા આવેલ હોવા છતા તેમને ચાર્જ આપવાના બદલે વર્ગ મા બાળકોને ભણાવવા ન પડે તે હેતુ થી  શિક્ષક પ્રમોદ કનપરીયાએ ચાર્જ લઈ લીધો છે. ને આ શાળનો આચાર્ય લાલજીભાઈ સીધવ તાલુકા પ્રા. શિ. અધિકારીની કચેરી માજ વ્યસ્ત રહે છે. આ પ્રકરણ સંદર્ભે  રાજુલાના સી. એન. વ્યાસે  માહિતી અધિકાર તળે માહિતી માગી હતી. આ પ્રકરણ સંદર્ભે ન્યાય મેળવવા એક વર્ષ પહેલાથી કાર્યવાહી હાથ ધરાયેલ હતી .

હવે માહિતી અધિકાર તળે મળેલ માહિતી ને સ્થળ પરની સત્યાતા ના આધારે સમગ્ર પ્રકરણ  શિક્ષણ વિભાગ મા ઉચ્ચ કક્ષાએ લઇ જવાના ચક્રો ગતિમાન થયા છે. ત્યારે અમરેલી પ્રાથમિક શિક્ષણાધિકારી આ શિક્ષકની નિમણુક સંદર્ભે તપાસ કરી ને તેને જે તે સમયે વિકટર પે. સે. મા પરત મોકલશે..?? કન્યા શાળા નં-૩ મા એચ ટાટ આચાર્ય લાલજીભાઈ સીધવ હોવા છતા ઉપ શિક્ષક પ્રમોદ કાનપરીયાને આપેલ ચાર્જ પરત લેવા તજવીજ હાથ ધરશે..?? તેવા પ્રશ્ર્નો આમ જનતામાં ચર્ચાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.