Abtak Media Google News

પાડાનાં વાંકે પખાલીને દામ: શહેરની સંસ્થાઓ પરીક્ષા કેન્દ્ર પાછું મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવે તેવી સંભાવના

ગોંડલનાં ભાજપ નાં વગદાર અગ્રણીનાં બદલે એમ.બી.આર્ટસ કોલેજમાં ડમી વિદ્યાર્થી ઝડપાઈ જતા એમ.બી.આર્ટસ કોલેજ યુનિવર્સિટી પરીક્ષા પદ્ધતિ અને ભાજપ ત્રણેયની આબરૂનું ધોવાણ થાયુ હતું.ત્યારે ભાજપના વગદાર નેતાને છાવરવા માટે યુનિવર્સિટી સહીત ભાજપના નેતાઓ ધમપછાડા કરીને આ ડમી કાંડને દબાવવા નો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પ્રથમથીજ દેખાઈ રહ્યું છે ત્યારે ફોજદારી થાય એવા ગંભીર કેશમાં કોપી કેશ જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે સી.સી. ટીવી ફૂટેજ મગાવતી યુનિવર્સિટી એ ગોંડલ પરીક્ષા કેન્દ્રને રદ કરતા પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાતા ગોંડલ પંથકના વિદ્યાર્થીઓમાં અને સંસ્થાઓમાં રોષની લાગણી ઉદ્દવવા પામી છે જેમને લઈને પરીક્ષા કેન્દ્ર પાછું મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાના ચિન્હો ઉજળા બન્યા છે.

7537D2F3 12

ગોંડલની એમ.બી.આર્ટ્સ કોલેજમાં ચાલતી પ્રથમ વર્ષ બી.એ સેમિસ્ટર ૧.ની પરીક્ષામાં ગોંડલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઇ ઢોલરીયા પરીક્ષા આપી રહ્યાં હતાં પરંતુ તે સ્વબળે પરીક્ષા પાસ કરી શકે તેમ ન હોય તેમની જગ્યાએ ડમી વિદ્યાર્થીને બેસાડીને ઉત્તરવહી લખતો હોવાનું ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાંને ધ્યાનમાં આવતા પરીક્ષા કેન્દ્ર ઉપર ગત તારીખ ૪.ના રોજ રેડ કરતા ડમી વિદ્યાર્થી નાસી છુટ્યો હતો ત્યારે અલ્પેશ ઢોલરીયાની ઉત્તરવહી કબ્જે કરી હતી અને ફોજદારી ફરિયાદ કરવાની યુનિવર્સિટી સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં બાર બાર દિવસનાં દાળા વિતી ગયા પગલાં લેવામાં ઢીલી નીતી અખત્યાર કરતા એન એસ યુ આઈના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવ્યાં બાદ કુલપતિ એક્સનમાં આવ્યા હતા અને ગોંડલ એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું પરંતુ અલ્પેશ ઢોલરીયાને એકને બચાવવા માટે ગોંડલ શહેર અને પંથકના વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાને લઈને રાગદ્રોષ રાખી ઉતાવળે નિર્ણય લઈ લીધો હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે સી.સી.ટી વી ફૂટેજ ૪ તારીખની જગ્યાએ ૩ તારીખનાં ફૂટેજ જોઈને નિર્ણય લીધો હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે આ નિર્ણયને પડકારવા માટે ગોંડલ શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક સંસ્થાઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.