Abtak Media Google News

એસસી, એસટી એક્ટ કાયદાની કડક અમલવારી કરાવવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ઉપર થતા અમાનવીય અત્યાચારો ઉપર અંકુશ લાવવા તેમજ એસસી, એસટી એક્ટ કાયદાની કડકાઈથી અમલવારી કરાવવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ કલેક્ટર કચેરી પહોંચ્યું હતું અને કલેકટરને આવેદન પાઠવી આ અંગે વહેલામાં વહેલી ટકે કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી.

Advertisement

સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર થનાર અત્યાચારોએ માઝા મૂકી છે. રાજ્યમાં એસસી, એસટી એક્ટ લાગુ હોવા છતાં તંત્ર દ્વારા આ કાયદો કડકાઈથી લાગુ કરવામાં બેદરકારી કરી હોય જેના લીધે રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉત્પીડન કરવામાં લોકો અચકાતા નથી ઉલટાનું અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા હિન્દુ સંગઠનો જ એસસી, એસટી એક્ટને નાબૂદ કરવા માટે આવેદનપત્રો આપતા હોય છે. હાલમાં એસસી, એસટી એક્ટને મજબૂત અને કડક બનાવવાની તાતી જરૂરિયાત છે. સમગ્ર ગુજરાતમાં અન્ય બીજી એક પણ સમાજ નહીં હોય કે જેમના ઉપર આટલી મોટી તાદાતમા અત્યાચાર થતો હોય.

એસસી, એસટી માટેની ગ્રાન્ટો એસસી, એસટી વિસ્તારમાં વપરાતી નથી અને અન્ય કામોમાં વપરાય છે ત્યારે આ બાબત માટે જવાબદાર કોણ ? એસસી, એસટી વિસ્તારો દારૂ જુગાર અને અન્ય કેટલાક દુષણોથી ખદબદે છે તો આ રોકવામાં પ્રશાસન અને શાસન કરતા બીજેપી પક્ષને જવાબદાર કેમ ન ગણવો? બીજેપી શાસન દરમિયાન જ સમગ્ર ગુજરાતમાં માનવતાને શર્મશાર કરે એવા જ ઘન્ય અપરાધો થયા. જેમાં થાનગઢ હત્યાકાંડ તો જગજાહેર છે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં એસ.સી એસ.ટી પર 9712 અત્યાચાર થયા અને ગુજરાત સરકાર એસસી, એસટી મુદ્દે આંખ આડા કાન કરે છે. જેથી આપ પાસે તુરંત અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં એસસી, એસટી લોકો પર થતા દમન મુદ્દે આપ સંવેદનશીલ બનશો. તેમ સ્વયં સૈનિક દળ   દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.