Abtak Media Google News

રાજયની ૧૬૨ નગરપાલિકાઓમાંથી અંજાર પાલિકા ત્રીજા ક્રમે

કચ્છની અંજાર નગરપાલિકા ને સ્વચ્છતા રેન્કિંગમાં ટુ સ્ટાર પ્રાપ્ત થતા પાલિકાના પદાધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી છે…કચ્છમાં અંજાર નગરપાલિકા જિલ્લામાં  પ્રથમ આવી છે…

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચ્છની અંજાર નગરપાલિકાએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.જેમાં પાલિકાને ઓડીએફ ડબલ પ્લસ જાહેર કરવામાં આવી છે.રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓ માંથી અંજાર પાલીકા ત્રીજા ક્રમે ,રાજકોટ ઝોનમાં અને ક્ચ્છ ઝોનમાં પ્રથમ આવી છે.કેન્દ્રીય ટીમે અંજારમાં રહેણાંક વિસ્તારો , સલ્મ વિસ્તાર , જાહેર સ્થળો, રસ્તાઓ , શૌચાલય વગેરેની ચકાસણી કરી હતી અને માર્કિંગ આપ્યા હતા.અંજાર શહેર સ્વચ્છ બને તે માટે પાલીકાના પ્રમુખ રાજેશ પલણ ,ચીફ ઓફિસર સંજય પટેલ, ખીમજી સિંધવ, સેનિટેશન વિભાગના દીપક આહીર સહિતના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી તો  શહેરીજનોનો પણ સહકાર સારો મળતા અંજારને ઓડીએફ ડબલ પલ્સ પોઇન્ટ મળ્યા છે ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.