Abtak Media Google News

અંજાર સમાચાર

ભારત વિકાસ પરિષદ અંજાર શાખાને 10 વર્ષ થતા દશાબ્દિ વર્ષની ઉજવણી અંતર્ગત શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી અંજાર શહેર – તાલુકાની શાળાના ધોરણ 4 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.તારીખ 15 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર 2023.11 દિવસીય કેમ્પ આયોજન સ્વામીવિવેકાનંદ પરિસર મધ્યે કરવામાં આવ્યું છે. ઉદઘાટનમાં સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંત કોઠારી સુખદેવ સ્વરૂપ સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, ત્રિકમદાસજી મહારાજ, શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ શાહ, પ્રોજેક્ટ કોર્ડિંનેટર દેવચંદભાઈ ફુરીયા, જખાભાઈ હુંબલ, જાગૃતિબેન ઠક્કર ભારત વિકાસ પરિષદ અંજાર પ્રમુખ પરેશભાઈ દેત્રોજા, મંત્રી પરેશભાઈ સોની, પ્રકલ્પ સંયોજક જતીનભાઈ પારેખના હસ્તે ઉદઘાટન  થયું હતું.

અંજાર અને તાલુકાની કુલ 74 શાળાઓના 15000 વિદ્યાર્થીઓને લાભ મળશે.

ભારત વિકાસ પરિષદના કાર્યકરોના છેલ્લા 4 મહિનાથી અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપે આ મહા સેવા યજ્ઞની શરૂઆત થશે.આ કેમ્પને સફળ બનાવવા માટે કચ્છના વિવિધ ઉદ્યોગ ગૃહો શ્રેષ્ઠિઓ તથા ધાર્મિક સંસ્થાઓએ આર્થિક અને અન્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે.કેમ્પમાં દાંત,નાક-કાન-ગળા રોગ, ચામડીના રોગ, આંખના રોગ, પેશાબ માર્ગ રોગ, સ્ત્રી રોગ હાથ- પગ અને કમરની ખોટ ખંપણ, હૃદય રોગ તથા સંપૂર્ણ જનરલ તપાસ તેમ 11 પ્રકારના નિદાન થશે. તેના માટે 110 નિષ્ણાંત તબીબો તેની ટીમ સાથે 40 વોલીન્ટર્સ માનસસેવા આપશે.

આ તમામ તબીબો અમેરિકા, મુંબઈ,દિલ્હી, વડોદરા, નડિયાદ,ભુજ વગેરે શહેરોથી સેવા યજ્ઞમાં પોતાનો અમૂલ્ય યોગદાન આપશે.
આ કેમ્પમાં બાળકોને વધુ સારવારની જરૂર હોય તો શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે.કેમ્પને સફળ બનાવવા માટે અંજાર નગરપાલિકા, નગરપાલિકા શિક્ષણ સમિતિ, અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા વિવિધ શાળાઓના આચાર્યો- શિક્ષકોએ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે.અંજાર શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિદ્યાર્થીઓ માટેનો પ્રથમ મેડિકલ કેમ્પ જે પરિણામ લક્ષી રહેશે.તે ઐતિહાસિક બની રહેશે. કેમ્પ બન્ને સંસ્થાના સર્વે હોદેદારો- સભ્યો એ જહેમત ઉઠાવી છે.

 ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.