Abtak Media Google News

ઓગસ્ટ-સપ્ટેમ્બરના આયોજનોની જાહેરાત કરતા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા

સરગમ ક્લબ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. આ બે માસ દરમિયાન સરગમ પરિવારના સભ્યો માટે કાર્યક્રમની વણઝાર આવી છે જેમાં નાટય શો, બહેનો માટે ગોપીરાસ, બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવ, ગરીબ અને જરતમંદ દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ, જાહેર જનતા માટે ડાયરો, મ્યુઝિકલ પાર્ટી, હસાયરો, હાસ્ય કવિ સંમેલન, સંગીત સંધ્યા, દિવાળી વેકેશન દરમિયાન જાપાન-કોરિયાનો પ્રવાસ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. સરગમ ક્લબ દ્વારા દર વર્ષે નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ બહેનો અને બાળકો માટે અલગ અલગ સ્થળે નવરાત્રિ ઉજવવામાં આવશે. આજે એક પત્રકાર પરિષદમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે કણર્ટિકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને તેમાં કમિટી મેમ્બર્સ ઉપરાંત દાતાઓનો સહયોગ પણ મળી રહે છે.

Advertisement

સરગમ ચિલ્ડ્રન ક્લબ

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર સરગમ ચિલ્ડ્રન ક્લબના બાળ મિત્રોને મનોરંજન પૂરું પાડવા માટે પિક્ચર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૨-૮-૨૦૧૮ને રવિવારે હેમુગઢવી હોલમાં સભ્ય સંખ્યા ૧થી ૧૪૦૦ માટે સવારે ૮:૩૦થી ૧૧, ૧૪૦૧થી ૨૮૦૦ માટે સવારે ૧૧:૩૦થી ૨ અને ૨૮૦૧થી ૪૩૦૦ સભ્ય સંખ્યા સુધીના બાળમિત્રો માટે બપોરે ૨:૩૦થી ૫ સુધી ફિલ્મ શો યોજવામાં આવશે. આવી જ રીતે તા.૨૩-૯-૨૦૧૮ને રવિવારે સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યોને વધુ એક ફિલ્મનું નઝરાણું પ્રસ્તુત કરવામાં આવશે. આ માટે માટે હેમુ ગઢવી હોલમાં સભ્ય સંખ્યા ૧થી ૧૪૦૦ માટે સવારે ૮:૩૦થી ૧૧, ૧૪૦૧થી ૨૮૦૦ માટે સવારે ૧૧:૩૦થી ૨ અને ૨૮૦૧થી ૪૩૦૦ માટે બપોરે ૨:૩૦થી ૫ સુધી ત્રણ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

 ચિલ્ડ્રન ક્લબ માટે વેશભૂષા-વન-ડે

દાંડિયા રાસ અને રાસોત્સવ

નવરાત્રિના તહેવારને અનુલક્ષીને સરગમના ચિલ્ડ્રન કલબ માટે તા.૭-૧૦-૧૮ને રવિવારે હેમુગઢવી (મિની)માં સવારે ૯:૩૦થી ૧૧ વાગ્યા સુધી નવરાત્રી વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે તા.૯-૧૦-૧૮ને રવિવારે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ પર ચિલ્ડ્રન ક્લબના ૧થી ૪૩૦૦ સભ્યો માટે વન-ડે દાંડિયા રાસનું આયોજન કરાયું છે. જ્યારે તા.૧૦-૧૦-૧૮થી તા.૧૮-૧૦-૧૮ સુધી ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે ફનવર્લ્ડના ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કનૈયાનંદ રાસોત્સવમાં રાજકોટના ૬થી ૧૪ વર્ષની વયના કોઈ પણ બાળક ભાગ લઈ શકશે અને ા.૪૦૦ ભરી રાસોત્સવના સિઝન પાસ મેળવી શકાશે. આ રાસોત્સવમાં ૫૦થી વધુ ઈનામોની વણઝાર પણ રાખવામાં આવી છે.

સરગમ કપલ ક્લબ

સરગમ કપલ ક્લબના સભ્યો માટે મુંબઈનું ડો.શીલા બુટાલા નિર્મિત, રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત, અંશુમાલી પારેલ લિખિત અને કમલેશ મેતા દિગ્દર્શીત નાટક સંભવ અસંભવનો નાટય શો યોજનવામાં આવ્યો છે. આ નાટકમાં હેરાફેરી હેરાફેરી, ગાંધીજી માય મેન્ટર અને તીન ઔર તીન સાતની અભિનેત્રી બીજલ જોશી, રાજેન્દ્ર બુટાલા, લિનેશ ફણસે, અંકિત જયસ્વાલ, રશ્મી પટેલ સહિતના ટીવી સીરિયલના કલાકારો અભિનય આપશે. સરગમ કપલ ક્લબના સભ્યો ૧થી ૧૧૫૦ માટે તા.૨૩-૮-૧૮ને ગુવારે, સભ્યસંખ્યા ૧૧૫૧થી ૨૩૦૦ માટે તા.૨૪ને શુક્રવાર, ૨૩૦૧થી ૩૪૫૦ માટે તા.૨૫ને શનિવાર, ૩૪૫૧થી ૪૬૦૦ માટે તા.૨૬ને રવિવાર અને ૪૬૦૧થી ૬૦૦૦ માટે તા.૨૭ને સોમવારે આ નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે.

 નાટય શો

સરગમ કપલ ક્લબના સભ્યો માટે વધુ એક કોમેડી નાટકનો શો યોજાયો છે. દેવેન્દ્ર આર્ટસ એન્ડ નિમેશ શાહ પ્રસ્તુત કોમેડી નાટક પત્ની નચાવે ભગવાન બચાવે નાટકનો શો યોજવામાં આવશે. આ શોમાં સુશીલા શાહ, મલ્લિકા આવટે નિર્મિત, રૂપા દિવેટીયા, ધ્રુવ બારોટ, રિતિકા શાહ અને હરિકૃષ્ણ દવે અભિનય આપશે. જ્યારે તા.૨૫-૯-૧૮ને મંગળવારે સભ્યસંખ્યા ૧થી ૧૧૫૦, ૧૧૫૧થી ૨૩૦૦ માટે તા.૨૬ને બુધવારે, ૨૩૦૧થી ૩૪૫૦ માટે તા.૨૭ને ગુવારે, ૩૪૫૧થી ૪૬૦૦ માટે તા.૨૮ને શુક્રવારે અને તા.૪૬૦૧થી ૬૦૦૦ માટે તા.૨૯ને શનિવારે આ નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે.

દાંડિયા રાસ (સરગમ કપલ ક્લબ)

સરગમ કપલ ક્લબ તેમજ ના તમામ સભ્યો માટે તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં રાત્રે ૮:૩૦ વાગ્યે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સભ્યસંખ્યા ૧થી ૬૦૦૦ ભાગ લઈ શકશે.

 સરગમ લેડીઝ ક્લબ

સરગમ લેડીઝ ક્લબના સભ્યો માટે મુંબઈનું પ્રખ્યાત નાટક સંભવ અસંભવ પ્રસ્તુત કરવામાં આવશે. તા.૨૫-૮-૧૮ને શનિવારે બપોરે ૩થી ૫-૩૦ સુધી સભ્યસંખ્યા નં.૧થી ૧૩૦૦ તેમાં ભાગ લઈ શકશે. જ્યારે તા.૨૬-૮-૧૮ને રવિવારે બપોરે ૩થી ૫-૩૦ સભ્યસંખ્યા નં.૧૩૦૧થી ૨૬૦૦ આ નાટક નિહાળી શકશે. આ ઉપરાંત લેડીઝ સભ્યો માટે અન્ય એક કોમેડી નાટક પત્ની નચાવે ભગવાન બચાવેનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૯-૯-૧૮ને શનિવારે સભ્ય સંખ્ય ૧થી ૧૩૦૦ માટે બપોરે ૫:૩૦ દરમિયાન યોજાશે. આવી જ રીતે તા.૩૦-૯-૧૮ને રવિવારે સભ્યસંખ્યા ૧૩૦૧થી ૨૬૦૦ માટે પણ બપોરે ૩થી ૫:૩૦ સુધી આ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે સરગમ લેડીઝ ક્લબના સભ્ય નં.૧થી ૨૬૦૦ સભ્યો માટે તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે રાત્રે ૮:૩૦થી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.

સરગમ ગોપી રાસોત્સવ

સરગમ લેડીઝ ક્લબ દ્વારા તા.૧૦-૧૦-૧૮થી તા.૧૮-૧૦-૧૮ સુધી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ ગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે સરગમ પરિવારના કોઈ પણ સભ્યને સિઝન પાસ માટે રૂ.૩૦૦ અને સરગમ સિવાયના લોકો માટે સિઝન પાસના રૂ.૪૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ રાસોત્સવમાં ૧૫થી ઉપરની ઉંમરના કોઈ પણ બહેનો ભાગ લઈ શકશે. આ રાસોત્સવમાં રોજના ૫૦થી વધુ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.

સરગમી સભ્યો-આમંત્રીતો માટે વન-ડે રાસોત્સવ

સરગમ પરિવારના તમામ સભ્યો અને આમંત્રિતો માટે તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે રાત્રે ૯થી ૧૨ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં વન-ડે દાંડિયા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્નેહમિલન

સરગમ પરિવારનું તા.૮-૧૧-૧૮ને ગુરૂવારે (બેસતું વર્ષ) સાંજે ૬:૩૦થી ૭:૩૦ દરમિયાન તમામ સભ્યો માટે હેમુ ગઢવી હોલમાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 સરગમ સિનિયર સિટીઝન ક્લબ

સરગમ સિનિયર સિટીઝન ક્લબના સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટય શો સંભવ અસંભવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટય શો નિહાળવા માટે તા.૨૫-૮-૧૮ને શનિવારે સાંજે ૬:૩૦થી ૯ સુધી સભ્ય સંખ્યા ૧થી ૧૩૦૦ ભાગ લઈ શકશે. જ્યારે તા.૨૬-૮-૧૮ને રવિવારે સાંજે ૬:૩૦થી ૯ સુધી સભ્યસંખ્યા ૧૩૦૧થી ૨૬૦૦ માટે આ નાટય શો યોજવામાં આવશે.

દાંડિયારાસ (સરગમ સિનિયર સિટીઝન ક્લબ)

સરગમ સિનિયર સિટીઝન ક્લબના તમામ સભ્યો ૧થી ૬૦૦ માટે તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈવનિંગ પોસ્ટના સભ્યો માટે ગરબા

સિનિયર સિટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટના સભ્યો ૧થી ૧૨૦૦ માટે તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.

સરગમ જેન્ટસ ક્લબ

સરગમ જેન્ટસ ક્લબના સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક સંભવ અસંભવનું તા.૨૮-૮-૧૮ને મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે સભ્યસંખ્યા નં.૧થી ૬૦૦ ઉપરાંત આમંત્રીતો માટે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તા.૩૦-૯ને રવિવારે રાત્રે ૧૦ વાગ્યે સભ્ય નં.૧થી ૬૦૦ અને આમંત્રિતો માટે નાટક શો પત્ની નચાવે, ભગવાન બચાવેનું આયોજન કરવામાં આવ્યું છે.

દાંડિયારાસ (સરગમ જેન્ટસ ક્લબ)

તા.૧૯-૧૦-૧૮ને શુક્રવારે સરગમ જેન્ટસ ક્લબની સભ્યસંખ્યા ૧થી ૬૦૦ માટે રાત્રે ૮:૩૦ વાગ્યાથી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ પર દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે.

વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

સરગમ ક્લબ દ્વારા લોકો સ્વસ્થ અને તંદૂરસ્ત રહે તે માટે પણ આગવી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત તા.૯-૯-૧૮ને સવારે ૮:૩૦થી ૧ સુધી કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ચેકઅપ, દવા, એક્સ-રે, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી ટેસ્ટીંગ, આંખના ચશ્મા, નેત્રમણી, આંખના ઓપરેશન (રણછોડદાસ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ) સહિતનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે. આ કેમ્પ માટે બાન લેબ પ્રા.લિ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, જે.વી.શેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ, મહાવીર સેવા ટ્રસ્ટ, અશોક ગોંધીયા ચેરીટેબલ ટ્રસ્ટ (વોકહાર્ટ હોસ્પિટલ) સહિતનો સહયોગ સાંપડયો છે.

દાંડિયારાસના ક્લાસીસ

સરગમ ક્લબ દ્વારા તા.૭-૯-૧૮થી તા.૮-૧૦-૧૮ એમ એક મહિના સુધી નવરાત્રીને અનુલક્ષીને દાંડિયારાસના સ્ટેપ માટે ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસીસ સાંજે ૪થી ૮ સરગમ ભવન, જામ ટાવર રોડ પર યોજવામાં આવ્યા છે. સ્ટેપ શીખવા માટે  સંપર્ક કરવા ક્લબ દ્વારા જણાવાયું છે.

જાહેર જનતા માટે વિનામૂલ્યે પંચામૃત મહોત્સવ

મ્યુઝિકલ નાઈટ

સરગમ ક્લબ દ્વારા જાહેર જનતા માટે તા.૨૦-૧૦-૧૮થી તા.૨૪-૧૦-૧૮ સુધી પાંચ દિવસ પંચામૃત મહોત્સવ યોજવામાં આવશે. આ અંતર્ગત તા.૨૦-૧૦-૧૮ને શનિવારે રાત્રે ૮ કલાકે સરગમી મ્યુઝિકલ પાર્ટી યોજાશે જેમાં સા રે ગા મા પાના ૧૧ વખતના વિજેતા અભિજીત ઘોષાલ મોટું આકર્ષણ બની રહેશે. અભિજીત ઘોષાલે લંડન ડ્રિમ્સ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો છે અને તે ૧૪ ભાષામાં ગીત ગાઈ શકે છે. આ મ્યુઝિકલ પાર્ટીમાં મૃદુલા દેસાઈ-મુંબઈ, હિંમતકુમાર પંડયા-મુંબઈ, સંધ્યા પાત્યે-વડોદરા, નફિસ આનંદ-અમદાવાદ અને શેખ મોહસીનખાન-અમદાવાદ પણ જૂના-નવા ફિલ્મી ગીતો રજૂ કરશે. આ મ્યુઝિકલ નાઈટ રાજુ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝના સથવારે યોજાશે.

લોકડાયરો

તા.૨૧-૧૦-૧૮ને રવિવારે રાત્રે ૮ વાગ્યે સરગમી લોકડારો યોજાશે. આ લોકડાયરામાં માયાભાઈ આહિર-મહુવા, ઓસમાણ મીર-રાજકોટ, ફરીદા મીર-અમદાવાદ, ધીરુભાઈ સરવૈયા-ખીરસરા, બિહારી અને અભેસિંહ રાઠોડ-ભરુચ લોકકલા રજૂ કરશે.

હસાયરો

તા.૨૨-૧૦-૧૮ને સોમવારે રાત્રે ૮ કલાકે સરગમી હસાયરો યોજાશે. આ હસાયરામાં સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, ગુણવંત ચુડાસમા અને સુખદેવ ધામેલિયા હાસ્યની રમઝટ બોલાવશે.

 સંગીત સંધ્યા

તા.૨૩-૧૦-૧૮ને મંગળવારે રાત્રે ૮ કલાકે સરગમી સંગીત સંધ્યા યોજાશે જેમાં દેવયાની બીન્દ્રે, આનંદ પલવલકર, ઝમીર દરબાર (મુંબઈ), મુખ્તાર શાહ (અમદાવાદ), સોનલ ગઢવી (રાજકોટ), મોહસીન શેખ (અમદાવાદ) જૂના-નવા ફિલ્મી ગીતોનું નઝરાણું રજૂ કરશે. આ કાર્યક્રમ રાજુ ત્રિવેદી મ્યુઝિકલ મેલોઝના સથવારે યોજાશે.

હાસ્ય કવિ સંમેલન

તા.૨૪-૧૦-૧૮ને બુધવારે સરગમી હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે જેમાં સુરેન્દ્ર શર્મા (દિલ્હી), અરૂણ જેમીની (હરિયાણા), શિખર શંભુ (બિહાર) અને ચીરાગ જૈન (દિલ્હી) હાસ્યનું વાવાઝોડું સર્જશે.

આ તમામ કાર્યક્રમો રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજવામાં આવશે અને કાર્યક્રમનો સમય રાત્રે ૮ કલાકે રહેશે અને તે તમામ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમના આયોજનમાં સરગમ પરિવારને પુજારા ટેલિકોમ, કૃણાલ ક્નસ્ટ્રક્શન, બાન લેબ, ક્લાસીક નેટવર્ક-રાજકોટ, જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લિ., સન એન્ડ ફોર્જ પ્રા.લિ., JEE-HEETએગ્રો ફૂડ પ્રા.લિ.ના જયસુખભાઈ ઘોડાસરા, કેર ફોર હોમ (એમ.જે.સોલંકી), એન્જલ પંપ (કિરીટભાઈ આદ્રોજા), રોલેક્સ બેરિંગના મનિષભાઈ માદેકા, ભવાની ઈન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ નંદવાણા, હેતલ રાજ્યગુ (એચ.પી.રાજ્યગુરુ એન્ડ કંપની), વૈભવ જીનિંગ એન્ડ સ્પીનિંગ પ્રા.લિ.ના નરેશ લોટીયા, જીતુભાઈ બેનાણી, આર.ડી.ગ્રુપના રાકેશ પોપટ, આર.કે.યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટી સહિતનાનો સહયોગ સાંપડયો છે.

દિવાળી વેકેશન દરમિયાન જાપાન પ્રવાસ

સરગમ પરિવારના સભ્યો અને શુભેચ્છકો માટે નવેમ્બર માસ દિવાળી વેકેશન દરમિયાન જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ તા.૧૦મી નવેમ્બરથી ૧૯મી નવેમ્બર એમ ૧૦ દિવસનો રહેશે. પ્રવાસ અંતર્ગત રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી ટોકિયો જવાનું રહેશે અને તે મુજબ પરત ફરવાનું રહેશે.

આ પ્રવાસની સૌથી મોટી વિશેષતા ૭ સ્ટાર લકઝરીયસ ક્રુઝ રહેશે. આ ઉપરાંત થ્રી અને ફોર સ્ટાર હોટલમાં ઉતારો રહેશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન પ્યોર વેજિટેરિયન અને જૈન ફૂડ પણ ઉપલબ્ધ કરાવાશે.

પ્રવાસના પેકેજમાં બન્ને દેશોની તમામ સાઈટસીનનો પણ સમાવેશ થઈ જાય છે. સાથોસાથ ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો પણ સમાવેશ થઈ જાય છે. આ પ્રવાસ માટે વ્યક્તિદીઠ ૧.૯૨ લાખ રૂપિયા ફી રાખવામાં આવી છે. વધુ વિગત માટે સરગમ ક્લબની ઓફિસ જાગનાથ મંદિર ચોક ખાતે સંપર્ક કરવાનો રહેશે.

સરગમ ક્લબની આ તમામ પ્રવૃત્તિઓમાં હાલના કણર્ટિકના રાજ્યપાલ અને સરગમ પરિવારના માર્ગદર્શક વજુભાઈ વાળા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. આજની આ પત્રકાર પરિષદમાં ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, જીતુભાઈ ચંદારાણા, શિવલાલભાઈ રામાણી, યોગેશભાઈ પુજારા, એમ.જે.સોલંકી, નાથાભાઈ કાલરિયા, મીતેનભાઈ મહેતા, સુરેશભાઈ નંદવાણા, કિરીટભાઈ આદ્રોજા, રાકેશભાઈ પોપટ, મનિષભાઈ માદેકા, લલિતભાઈ રામજીયાણી, નરેશભાઈ લોટીયા, જયેશભાઈ વસા, મનસુખભાઈ ધંધુકીયા, રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ ડાભી, વિનોદભાઈ પંજાબી, ડી.વી.મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે સરગમ લેડીઝ ક્લબના ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા,જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, છાયાબેન દવે, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી અને ગીતાબેન હિરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.