Abtak Media Google News

જાયે તો જાયે કહા..દિવાળી પહેલા ભાવ વધારાનો ભાર

અમુલ દૂધ પીતા હૈ ઇન્ડિયા…  દેશભરમાં ફેમસ ડેરી અમૂલે લોકોને મોંઘવારીનો વધુ એક માર આપ્યો હોય તેમદેશના સૌથી મોટા તહેવાર દિવાળી પહેલા જ નાગરિકોને મોટો ઝટકો લાગ્યો છે.

અમૂલે દૂધના ભાવ વધારવાના લાંબા સમય પહેલા લેવાયેલા નિ ર્ણય દિવાળી ટાણેજ અમલ કરવા ની જાહેરાત કરી દીધી છે અમૂલે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવી કિંમતો આજથી લાગુ પડશે. આ પહેલા અમૂલે 17 ઓગસ્ટના રોજ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ ભાવ વધારાથી લોકોનુ બજેટ બગડી શકે છે.

કેટલો વધ્યો ભાવ?: નવા ભાવ અનસાર, અમૂલ શક્તિ દૂધ હવે 50 રૂપિયા લીટર, અમૂલ ગોલ્ડ 62 રૂપિયા લીટર અને અમૂલ તાજા 56 રૂપિયા લીટરના ભાવે મળી રહ્યું છે.

દેશભરની જાણીતી ડેરી અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ત્યારે લોકોને કેવી રીતે દિવાળી ઉજવવી એ સમજાતુ નથી. તો બીજી તરફ અમૂલે ચૂપચાપ ભાવ વધારો કરીને લોકોને ઝટકો આપ્યો છે. આખરે આ રીતે ભાવવધારો કરવા પાછળનું શુ કારણ હોઈ શકે. ?ઘાસચારો મોંઘો હોવાની વાત કરવામાં આવી હતી. અમૂલે જ્યારે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવ વધાર્યા હતા ત્યારે ખર્ચમાં વધારાની વાત કરી હતી. ઘાસચારામાં મોઁઘવારીનો દર હાલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. આથી પશુપાલકોને દૂધની પડતર કિંમત વધારે હોવાની અને દૂધના ભાવ વધારે ચૂકવવાની પરિસ્થિતિમાં કંપનીએ આ ભાવ વધારો કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે જે હોય તે પરંતુ આ વખતે દિવાળી પહેલા જ દુધના ભાવમાં વધુ એક વધારો આવતા ગ્રહણિયોનું બજેટ વધારે ધરખમ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.