Abtak Media Google News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની મુલાકાત વિશે અબતક સાથે ફિઝિશિયન કાર્ડીયોલોજીસ્ટ ડો. અમિત હપાણીની એકસકલુઝીવ વાતચીત

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજી સાથે તાજેતરમાં  ફિઝીશ્યન કાર્ડિયોલોજીસ્ટ ડો. અમિત હપાણીની મુલાકાત થઇ હતી. આ તકે ડો. હપાણીને બચ્ચનજીને સ્વસ્થ્તા ની ચાવી નામનું પુસ્તક ભેટ સ્વરુપે આપતા બચ્ચનજીએ તેમને બીરદાવ્યા હતા.ડો. હપાણી સોની ટીવી આયોજી કેબીસી માં ખાસ મહેમાન તરીકે આમંત્રણ મળતું હતું. અને તેમના જણાવ્યા પ્રમાણે મહાનાયક અમિતાભ બચ્ચન જે લોકોના દિલોમાં રાજ કરે છે. પાંચ દાયકાથી સુપરસ્ટાર છે. છતાં પણ તેઓ અત્યંત વિનમ્ર અને સહજ છે. આટલા મહાન હોવા છતાં નાનામાં નાના માણસ સાથે આત્મીત્યતાથી વાતો કરે તેમજ તેને માન આપે અને અને તેનો ઉત્સાહ વધારે આથી તમામને પ્રેરણા મળે અને આવા અનેક સદગુણોને કારણે બચ્ચનજી અસંખ્ય લોકોના દિલ પર આજે પણ રાજ કરે છે તેમને મળવું તે જીવનનો એક અમુલ્ય અને અવિસ્મરણીય અવસર છે.તેમણે ‘અબતક’ને જણાવ્યું કે મને પહેલેથી જ જનરલ નોલેજનો શોખ છે અને કેબીસીના ઘણા શોમાં મેં જવાબ આપ્યા છે. ત્યારે ડો. અમીત હપાણીએ સોનીમાંથી કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે સોની તમને ખાસ આમંત્રિત કરે છે અને આપ કેબીસીના શોમાં આવો ત્યારે ડો. અમિતને વિશ્ર્વાસ જ નહોતો આવતો અને હકીકત નહોતી લાગતી.  ત્યારબાદ આ ઇનવીટેશનનો મેલ પણ આવ્યો ત્યારે તેમણે બિલિવ કર્યુ.કેબીસીના શોમાં આમંત્રિત કર્યા હોવાનું ડો. અમીતની ફેમીલી પણ બીલીવ નહોતી કરતી કે આ ખૂબ ખુશીની વાત હતી.તેમણે આગળ કહ્યું કે ગોરે ગાવમાં કેબીસીનો સેટ લાગેલો છે. ટાઇમ જે આપ્યો હતો તે પ્રમાણે બીગ બી ટાઇમ પંકચ્યુઅલ રીતે પહોંચી ગયા હતા. અને એ બીગ બીની એકદમ સાદગી છે. ત્યારે ટીવી પર એમના રોલ જોઇએ ત્યારે ફેસ ટુ ફેસ જોઇએ ત્યારે ખરેખર એમ થાય છે શહેનાશાહ એટલે શહેનશાહ અમિતાભ બચ્ચ્ન જે કામ કરે છે એ કોઇનું કામ છે જ નહિ અને એમની રિસપેકટ સેન્સ ખુબ અદભુત છે. નાનાથી લઇ કોઇ પણ માણસને એ ખુબ જ આદરથી વાત કરે છે ત્યારે ડો. અમિત હપાણી એ ત્યાં કે.બી.સી.નો શો પૂરો થયા બાદ અંગત મુલાકાત અમિતાભ બચ્ચન સાથે કરી ત્યારે ડો. અમિતએ તેમને ‘સ્વસ્થતા કી ચાબી’એ પુસ્તક તેમને ભેટ આપી ત્યારે જ બંનેની મુલાકાત એ ડો. અમિતભાઇ માટે અને તેમના ફેમીલી માટે ખૂબ જ અવિસ્મરણીય છે ત્યારે શો પૂરો થતા બાદ ડો. અમિતભાઇના પત્ની ડો. બબીતા હપાણી નો કોલ આવ્યો અને એમને ડો. અમિતને કહ્યું કે તમે જે બીગ બી સાથે હાથ મીલાવ્યો છે એ તમે હાથ વોશ ન કરતા મારે એ જ હાથને સ્પર્શ કરવો છે ત્યારે ડો. અમિતાઇએ તેમની પત્નીનું સન્માન કરી આ વાતને ઘ્યાનમાં રાખીને એ હાથને વોશ ન કર્યો !!અને ઘેર પહોંચી એ જ હાથ તેમની પત્ની સાથે મિલાવ્યો ત્યારે આ બીગ બી સાથેની વિસ્મરણીય મુલાકાત એ એમની લાઇફમાં કયારેય પણ નહીં ભૂલાય અને એટલું જ નહીં આ જે તેમને તક મળી તેમની ડો. અમિતભાઇને સહેજ પણ આશા ન હતી.શો કે.બી.સી. માં હોટ શીટ પર બેસવાની તક મળે એવું તેઓ ઇચ્છે છે અને એના માટે તેઓ જનરલ નોલેજ પણ એટલું વધારવા ઇચ્છે છે તેમના માટે હજુ તેઓ ઘણાં પ્રયાસ પણ કરશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.