Abtak Media Google News

અંબાજી ખાતે રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, અમદાવાદમાં શકિતસિંહ ગોહિલ અને સી.જે. ચાવડા  સહિત અગ્રણીઓએ એકતા યાત્રાનું કર્યું સ્વાગત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજમાં સામાજિક રાજકીય અને શૈક્ષણિક જાગૃતતા તેમજ કુરિવાજોને તિલાંજલી ના ઉદ્દેશ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી થી 2000 કિલોમીટર ની એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે તારીખ પહેલી મે થી માતાના મઢ થી પ્રયાણ કરેલી એકતા યાત્રા ઉત્તર ગુજરાત અને અને મધ્ય ગુજરાત ક્ષત્રિય શાહિદ વિવિધ સમાજ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા એકતા યાત્રા ઢોલ નગારા  સાથે  સ્વાગત કરવામાં આવ્યું હતું.

Img 20220510 Wa0012 1

તેમજ અંબાજી ખાતે રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા અને અમદાવાદ ખાતે રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્ય સી.જે..ચાવડા દ્વારા એકતા યાત્રા સ્વાગત કરી માં કરણી ના જ્યોતના દર્શન કર્યા હતા અને  યાત્રાનું સુકાન સંભાળી રહેલા પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રા તારીખ 9 ને  સોમવારે સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે  આગમન થયું હતું અને ઠેર ઠેર ઉત્સાહભેર નવ યુવાનો જોડાયા હતા. આજે રાત્રે નારી ચોકડી ખાતે યોજાયેલા લોક ડાયરામાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ  પોતાની આગવી શૈલીમાં રમઝટ બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.