Abtak Media Google News

મેપ રિફોઈલ્સ ઈન્ડિયા લી. કંપની રોજ ૮૦૦ ટન વિવિધ તેલનું ઉત્પાદન કરે છે; દાનવીર ઉદ્યોગપતિ નવી પેઢી માટે દીવાદાંડી સમાન

કેટલાક માણસો વ્યકિત મટી સમિષ્ટ બની જાય છે. પોતાના માટે જીવવું અને લોકો માટે જીવવું બંને વ્યકિતત્વમાં લોકોપયોગી વ્યકિત સૃષ્ટિ બની જાય છે. એવાજ અરવિંદભાઈ કચરાભાઈ પટેલ કડીવાળા કે જેમને બાળપણથી પિતાએ શરૂ કરેલા વ્યાપારમાં રૂચી રાખેલી. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. પણ પિતા છેલ્લા ૮૫ વર્ષથી કડીમાં કપાસખોળનો વેપાર કરતા અને તેમાથી તેલ કાઢવાની ઓઈલ મીલ ઉભી કરી હતી એ જમાનો હતો ૧ રૂપીયામાં ૧૦ કિલો કપાસનો આખો કોથળો ખોળ આવતો ત્યારથી આ પેઢી અસ્તિત્વમાં આવેલી પેઢીના પ્રારંભમાં કચરાભાઈ સેંધાભાઈ અને પ્રહલાદભાઈ સેંધાભાઈ બંને ભાઈઓએ સાથે મળી સખત પરિશ્રમ કર્યો પાછળથી તેનો વહીવટ ડાહ્યાભાઈએ સંભાળ્યો.

૧૯૮૫થી ઓઈલ મીલમાં બેસતા અરવિંદભાઈની ધગશ અને હિમત એવી હતી કે જીવનમાં કઈ વિશેષ કરવું અને માત્ર પાંચ વર્ષનાં ટુંકાગાળામાં ૧૯૯૦માં તેમને ‘રાજા ઈન્ડસ્ટ્રીઝ’ નામની કંપની ઉભી કરી. મહત્વાકાંક્ષા માણસને સહસી બનાવે છે. જેનો ઉત્તમ નમૂનો એટલે અરવિંદભાઈ ઉદ્યોગક્ષેત્રે નંબર વન બનવાની ખેવનામાં તેમને એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે નામના પ્રાપ્ત કરી કંઈક નવું કરવાની તેમની જિજ્ઞાસાએ ધીરેધીરે મકકમ ડગલે આગળ વધી ૨૦૧૪માં તેમને તેમના દીકરાના નામ ઉપરથી મેપ રિફોઈલ્સ ઈન્ડિયા લીમીટેડ કંપની બનાવી (મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ = મેપ) જેમાં મોટાભાગના શેર હોલ્ડર તેમના પરિવાર અને સગાસંબંધીને બનાવી પોતાના પરિવાર પ્રત્યે લાગણી અને સ્નેહની મિશશલ કાયમ કરી છે.

અરવિંદભાઈની આ કંપની રોજના ૮૦૦ ટન વિવિધ તેલનું ઉત્પાદન કરે છે. મલેશિયા અને ઈન્ડોનેશિયાથી તેલ આયાત કરી માત્ર રિફાઈન કરી તેનું ભારતભરમાં વેચાણ થાય છે. આ ઉપરાંત વેજીટેબલ ઘીનો પણ પ્લાન્ટ છે. જેમાં રોજનું ૧૦૦ ટન ઘીનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીમાં કુલ ૨૦૦૦ માણસોને રોજી મળે છે. ૭૫૦ સેલ્સમેન, સેલ્સ મેનેજર, સેલ્સ એકઝેકયુટીવ જેવા વિવિધ હોદા, ધરાવતા અધિકારીઓથી કંપની ધમધમી રહી છે. તેમના વિવિધ ગોડાઉન એકસાથે દોઢલાખ ડબ્બાઓ સમાઈ શકે તેટલી ક્ષમતાવાળા વિશાળ બનાવાયા છે. આમ સમગ્ર ભારતમાં વર્લ્ડનો લેટેસ્ટ ટેકનોલોજીવાળો પ્લાન્ટ અરવિંદભાઈએ ઉભો કર્યો છે. પ્લાન્ટની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. તેલનું એક ટીપું પણ જોવા મળે નહિ, તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે.

Admin

અરવિંદભાઈ જાણતા હતા કે ઉદ્યોગની પ્રગતિ માટે કોસ્મો પોલીટન શહેર પસંદ કરવું પડે, કડીમાં રહેવાથી સીમારેખા બંધાઈ જશે, માટે તેમને તેમના વિશાળ ફલકને મુંબઈ, વડોદરા, અમદાવાદ, જેવા માનગરો સુધી વિસ્તારવા કમર કશી. વિદ્યાર્થી અવસ્થાએ ભણવામાં કુશળ એવા અરવિંદભાઈ શાળા-કોલેજમાં પ્રથમ- બીજા ક્રમને જાળવી રાખ્યો. ગણિતમાં પારંગત, સ્વભાવમાં સાહસિકતા, શિસ્ત, વિનમ્રતા જેવા ગુણોએ તેમને પ્રગતિના સોપાનો સર કરવામાં સહાય કરી દિવસના ૧૬ કલાક કામ કરવાનું બાકીના ૮ કલાક નિત્યક્રમ, પરિવાર અને આરામ માટે ફાળવ્યા. અરવિંદભાઈનું જીવન નવી પેઢી માટે દીવાદાંડી સમાન છે. આજના યુગમાં યુવાનો હતાશ, નિરાશ, ભગ્નાશ થઈ જાય છે. તેમને અરવિંદભાઈમાંથી બોધ લેવો જોઈએ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અરવિંદભાઈએ ૨૨ વર્ષની યુવાવયે પ્રભુતામાં પગલાં માંડયા. કોલવડા (ગાંધીનગર)ના કૈલાશબેન સાથે ઉદ્યોગ-ધંધા સાથે સાથે ઘર પરિવારને તેમણે પૂરો ન્યાય આપ્યો. સુખી દામ્પત્યની સરવાણી એટલે પુત્ર અને પુત્રીએ જીવનને હર્યું ભર્યું કર્યું. કડી અને વિસનગરનો નાતો કાયમ રહે તેવા શુભ હેતુથી તેમને પોતાની દીકરીને વિસનગરનાં કરસનલાલ શંકરલાલ પટેલ (પૂજા બિલ્ડર્સ)ના મોટા દીકરા રોહિતભાઈના પુત્ર સાથે લગ્નગ્રંથીથી જોડી વિસનગરના વેવાઈ બન્યા.

કડીમાં આદર્શ હાઈસ્કુલ સી.એન. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કડીની ભાગ્યોદય હોસ્પિટલ, પાંજરાપોળ જેવી વિવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટીના હોદા ઉપર રહી સામાજીક સેવાઓ પણ કરે છે. અંબાજી માતા અને ઉમિયામાતા સંસ્થાના ઉંઝામાં ડોનર ટ્રસ્ટી તરીકે ધાર્મિક સેવાઓનો પણ લાભ આપે છે. તાજેતરમાં લક્ષચંડી હવન થવાનો છે ત્યારે તેમાં ૯માં નંબરનો હવન પાટલો તેમને સ્વીકાર્યો છે. ૨૦૦૯માં પણ તેમને ૧૧ લાખનો પાટલો સ્વીકારી માતા પ્રત્યેની તેમની અપાર શ્રધ્ધા અને ભકિતના દર્શન કરાવ્યા હતા. એક વ્યકિત જયારે દ્દઢ નિર્ણય કરે તો શું શું કરી શકે તેનો ઉમદા નમૂનો અરવિંદભાઈ જે સમગ્ર કડવા પાટીદાર સમાજનું હીરાજડિત ધરેણું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.