Abtak Media Google News

સારાંશ, ગાંધી, અગ્નિપથ અને ચાલબાજ સહિતની ફિલ્મોમાં અભિનય પાથરનાર નેશનલ એવોર્ડ વિજેતા રોહિણી હટંગડી ‘અબતક’ની મુલાકાતે

જ્યાં સુધી મારા હાથ-પગ ચાલશે ત્યાં સુધી હું એક્ટિંગ કરીશ તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા નેશનલ એવોર્ડ વિજેતા રોહિણી હટંગડીએ આત્મવિશ્ર્વાસ સાથે જણાવ્યું હતું. તેઓ આજે રાજકોટમાં ચાલી રહેલા નાટક ‘નોકરાણી’ની વિગતો આપવા ‘અબતક’ના મહેમાન બન્યા હતા.

Advertisement

તેમણે કહ્યું હતું કે, મારી થીયેટરની યાત્રા દરમિયાન મેં ઘણા બધા રોલ કર્યા છે, હું વિદ્યાર્થીની હતી ત્યારથી જ મેં નાટકમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. મારા પ્રથમ પ્લે મારા પિતા (ડાયરેકટર) સાથે કર્યો હતો. ત્યારે મેં અનુભવ્યું કે પ્રોફેશનલી કામ કરવું હોય તો પોતાની જાતને ભુલાઈ જવું નહીં, તે સમયે આ મારૂ પ્રથમ લેશન હતું, મને મારા પરિવાર તરફથી ઘણો સપોટ મળ્યો હતો. લવ મેરેજ કર્યા બાદ મારા સાસરીયા તરફથી પણ મને ટેકો મળ્યો હતો.

તેમણે પોતાના ડ્રિમ રોલ અંગે જણાવ્યું હતું કે, મેં આજ સુધી ક્યારેય સેક્સપિયર વિષયના નાટકમાં કામ કર્યું નથી. માટે મારે ભવિષ્યમાં સેક્સપિયર નાટકમાં ભાગ ભજવવો છે. મેં તેમણે ભાષાના સોંદર્યના વખાણ કર્યા હતા. તેલગુ, મરાઠી, હિન્દી સહિતની વિવિધ ભાષાઓના નાટકમાં તેમણે કામ કર્યું છે. એક્ટિંગ સમયે એકસ્પ્રેશનમાં ભાષાનો મહત્વનો રોલ હોવાની વાત તેમણે કહી હતી. દરેક લેંગ્વેજનું પોતાનું આગવું એકસ્પ્રેશન હોય છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

નાટક કે, ફિલ્મમાં પાત્ર ભજવતા પહેલા તે પાત્રના શિક્ષણ અને તેનું કલ્ચર કેવું છે તે અંગે ઝીંણવટથી રીસર્ચ થતું હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાત્ર કેટલું ભણેલું છે, ક્યાં કલ્ચરમાંથી આવે છે તેના પરથી કેરેકટરની રચના થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું કોઈ પણ રોલ ભજવું છું ત્યારે તેની ઈમેજ બની જાય છે.

ફિલ્મોમાં કામ કરવું સારૂ છે પરંતુ થિયેટર કરવું પણ કલાકાર માટે ખુબ જરૂરી છે. થિયેટર કરતી વખતે કલાકારને ખુબજ એલર્ટ રહેવું પડે છે. સારાંશ મુવી વખતે મારી ઉંમર ફકત ૨૦ વર્ષની હતી. ૩૦ વર્ષ પહેલા સમજ અને અત્યારની સમજમાં ઘણો ફર્ક પડી ગયો છે.

દરેક રોલ કંઈકને કંઈક આપીને જાય છે. તે સમયે મને મારી ઉંમર કરતા બે ગણીની ઉંમરનું પાત્ર ભજવવાનું કહેવામાં આવ્યું હતું, મેં મારા આસપાસના વ્યક્તિઓમાંથી આ પાત્ર ભજવવા માટે પ્રેરણા લીધી હતી, તે સમયે હું જે સ્વેટર પહેરતી હતી તે સ્વેટરના કારણે મારૂ પાત્ર વધુ ઓથેંટીક બની ગયું હતું.

નાટક ‘નોકરાણી’ની ટીમ સાથે ઉપસ્થિત રહેલા કપિલભાઈ ભુતાએ કહ્યું હતું કે, રાજકોટમાં નાટકને ઐતિહાસિક રિસ્પોન્સ મળી રહ્યો છે.

Banna For Site E1583323453452

અન્ય સ્થળોની સરખામણીએ રાજકોટમાં કલાકારને વધુ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. કલાકાર કુલદિપ ગોરે કહ્યું હતું કે, મારા માટે ‘નોકરાણી’ નાટક ભજવવા માટે રિહર્સલનો અનુભવ ખુબજ સારો રહ્યો છે. પૈસા લઈને ટ્યુશન લઈ રહ્યાં હોવાનો ઘાટ રિહર્સલથી ઘડાયો છે, મને આ નાટક માટે ખુબજ સારો અનુભવ મળ્યો છે, રોહિણી અટંગડ્ડી સહિતના વરિષ્ઠ કલાકારોના અનુભવનો લાભ મને મળ્યો છે. ‘અબતક’ની મુલાકાત સમયે નિલેશભાઈ પંડ્યા અને અભયભાઈ હરપડે સહિતના કલાકારો પણ ખાસ હાજર રહ્યાં હતા.

ર્માંની મમતા કયારેય મરતી નથી

હાસ્ય અને લાગણીની લખલૂંટ લ્હાણી: નાટક ‘નોકરાણી’

શો પિપલ પ્રસ્તુત-કૌસ્તુભત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત તથા વિપુલ મહેતા દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા લિખિત નાટક ‘નોકરાણી’ કંઈક નોખુ અને અનોખું નાટક છે. તખ્તાની રાજરાણી રોહિણી હટંગડી અભિનિત નાટકમાં અભય હરપડે, કુલદિપ ગૌર, કૌશાંબી ભટ્ટ, કપિલ ભુતા, ફેલ્વીસ ડિમેલો સાથે કોમેડીકિંગ નિલેશ પંડયા અભિનય આપે છે.

સરળ લાગતું ‘નોકરાણી’ ટાઈટલ તેને જોઈએ ત્યારે જ તેનો અંદાજ આવે છે. રોહિણીજી અભિનિત નાટક હોય એટલે ચમક વગરનું નાજ હોય. આ નાટક માત્ર મનોરંજન નથી પણ માતા પુત્ર વચ્ચેનું ધર્મયુધ્ધ છે. ‘ર્માંનું મૃત્યુ થઈ શકે પણ મા ની લાગણી કયારેય મરતી નથી’ જેવા અફલાતુન ડાયલોગ સાથે નાટક સર્ંવાગી રીતે બેલેન્સ છે. ભુદેવ અને અબ્બુ જેવા બંને પાત્ર ભજવતા અભય હરપડે છવાય જાય છે. ડબલ રોલમાં એક જ વ્યકિત અભિનય ચરમ સિમાને આંબી દીધી. મામાના પાત્રમાં નિલેશ પંડયા નાટકમાં પ્રસંગો ને અનુરૂપ હાસ્ય કરાવે છે. નાટકની હાસ્ય છોળ ઘરે આવ્યા પછી પણ હસવાનું રોકી શકતા નથી.‘નોકરાણી’ નાટકની સુંદર કથા અને આમ સમાજની વેદનાની છણાવટ પણ ઉડીને આંખે વળગે છે. નાટક જોયા પછી તમામ કલાકારો પરત્વે ‘વાહ વાહ’ નીકળી જાય એવું છે. પુત્ર તરીકે કુલદીપ ગોરે સુંદર અભિનય કર્યો છે તો હેલ્લારો ફેઈમ કૌશાંબી ભટ્ટે પણ અભિનયમાં ચાર ચાંદ લગાવી દીધા છે. કપિલ ભુતાએ પણ બે પાત્રોમાં સુંદર અભિનય કરીને નાટકને શ્રેષ્ઠ બનાવેલ છે.સતત હસતુ-રમતું નાટક કયારે વણાંક લઈલે છે તે એક એવી વાત લઈને આગળ વધે છે કે આપને સતત જકડી રાખે છે.નાટકનો એક સંવાદ શ્રોતાઓની આંખમાં પણ આંસુ લાવે છે જેમાં એક મા તેના પુત્રવધુને કહે છે કે ‘મન નામનું શહેર મગજ નામના રાષ્ટ્ર સાથે યુધ્ધ કરે છે ત્યારે આંખમાંથી આંસુ નીકળે છે’

નાટકમાં સુંદર સંગીત અને વચ્ચે વાગતા જૂના ગીતો પણ ઘણા સુચક હતા. નાટય રસિકોએ ઘણા વર્ષે એક સારૂ નાટક માણ્યાનો અહેસાસ થયાનું જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.