Abtak Media Google News

મિકેનીકલ એન્જી.અમેરીકાની ડિગ્રી અને વિશાળ અનુભવ ધરાવતા અશોક કુમારની 3 દાયકાની જાજરમાન સેવાનો લાભ હવે સૌરાષ્ટ્રને મળશે 

ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી અશોક કુમાર મિશ્રએ સોમવારે, 7 નવેમ્બર, 2022ના રોજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકનો ચાર્જ સંભાળ્યો છે. પશ્ચિમ  રેલ્વેના મહાપ્રબંધક તરીકેની પોસ્ટિંગ પહેલા તેઓ ઉત્તર, પૂર્વ  રેલ્વે, ગોરખપુરમાં અપર મહાપ્રબંધક  તરીકે કામ કરતા હતા.

મિશ્રએ 1983ની સ્પેશિયલ ક્લાસ રેલ્વે એપ્રેન્ટીસ બેચ દ્વારા ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સેવામાં પ્રવેશ કર્યો. પ્રથમ નિમણૂક પશ્ચિમ રેલવેમાં સહાયક કારખાના પ્રબંધક (રિપેર), દાહોદની પોસ્ટ પર થઇ હતી. મિશ્રએ પશ્ચિમ રેલ્વે, આરડીએસઓ અને ઉત્તર રેલ્વેમાં વિવિધ હોદ્દાઓની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. તેમણે ભાવનગરમાં મંડળ મિકેનિકલ એન્જિનિયર (કેરેજ એન્ડ વેગન),  મંડળ  મિકેનિકલ એન્જિનિયર (ડીઝલ), વટવા અને વરિષ્ઠ મંડળ  મિકેનિકલ એન્જિનિયર, વડોદરાની જગ્યાઓ પર કામ કર્યું છે. તેમણે કોટા મંડળમાં વરિષ્ઠ ઈડીઈએમ અને ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર (રિપેર) તરીકે પણ કામ કર્યું છે. મિશ્રને મુખ્ય ઉત્તર મધ્ય રેલવેમાં રોલિંગ સ્ટોક એન્જિનિયર, અપર મંડળ રેલ પ્રબંધક /પ્રયાગરાજ, ચીફ મોટિવ પાવર એન્જિનિયર/ડીઝલ અને મંડળ રેલ પ્રબંધક/ઝાંસી અને પૂર્વ મધ્ય રેલવેમાં મુખ્ય મિકેનિકલ એન્જિનિયર જેવા મહત્ત્વના હોદ્દા પર કામ કરવાનો બહોળો અનુભવ છે.

શ્રી મિશ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ, યુકે થી એ.એમ.આઈ  (મિકેનિકલ) એન્જીનની ડિગ્રી અને એએમઆઈઈ   ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ, કોલકાતાથી. (મિકેનિકલ), એન્જિનિયરિંગ કાઉન્સિલ, યુ.કેથી.  ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, કોલકાતાથી એ.એમ.આઈ.ઈમાંથી. (મેટ) અને ઇગ્નુથી એમ.બી.એની પદવી ધરાવે છે.

અશોક કુમાર મિશ્રને ઉત્તર મધ્ય રેલવેમાં અપર મંડળ રેલ પ્રબંધક /પ્રયાગરાજ તરીકે કામ કરતી વખતે રેલવે મંત્રી રાજભાષા એવોર્ડ મળ્યો હતો. મંડળ રેલ પ્રબંધક /ઝાંસીના હોદ્દા પર રહીને, તેમણે ઝાંસી સ્ટેશનની ચોથી લાઇનનો સર્વે શરૂ કર્યો અને ઝાંસી સ્ટેશનના પુન:વિકાસ સહિત ઘણા નોંધપાત્ર કાર્યો કર્યા હતા. અશોક કુમાર મિશ્રને રેલ્વે વ્યવસ્થાપન અને વહીવટનો બહોળો અનુભવ છે અને તેઓ અધિકારીઓ અને કર્મચારીઓમાં લોકપ્રિય છે.

લાંબા અંતરની ટ્રેનોમાં બ્લેકેટની અપાતી સુવિધા ફરી શરૂ

કોરોના કાળમાં ભારતીય રેલવેની તમામ ટ્રેનોમાં બ્લેકેટ આપવાની સુવિધા બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાનો ઉપદ્રવ સં5ૂર્ણ સમાપ્ત થઇ ચુક્યો છે ત્યારે રેલવે દ્વારા તમામ ટ્રેનોના બ્લેકેટ આપવાની સુવિધા પુન: શરૂ કરી હોવાની રેલવે વિભાગે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.