Abtak Media Google News

સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવરની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી અવિરત કામગીરીનાં અનુસંધાને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે  સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને વોર્ડ નં.9માં ગંગોત્રી મેઈન રોડ પર ટીપર વાનના પાર્કિંગ માટે સંભવિત સ્થળની મુલાકાત કરી હતી.

Advertisement

રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં હાલ 85% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, જયારે અટલ સરોવરને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. આ બંને પ્રોજેક્ટ સાંભળી રહેલ એજન્સીઓ સાથેની વાતચીત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે બંને એજન્સીઓને મેન પવાર વધારવા અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાનાં પ્લોટમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 157 ટીપર વાનનાં પાર્કિંગ માટે સંભવિત સ્થળની ઓળખ કરવાના ભાગરૂપે મ્યુનિ. કમિશનર એ વોર્ડ નં. 9માં ગંગોત્રી મેઈન રોડ, પામ યુનિવર્સ ટાવર સામે આવેલ 2537 ચો.મી.નાં પ્લોટની મુલાકાત લીધી હતી. જેમાં પ્લોટનું લેવલીંગ, કમ્પાઉન્ડ વોલ, આવશ્યકતા જણાય ત્યાં પેવિંગ બ્લોક, એક ઓફિસ, ટોઇલેટ-બાથરૂમ, ટીપર વાન સાફ કરવા માટેની જગ્યામાં રુફિંગ વગેરે સુવિધા સત્વરે ઉપલબ્ધ બનાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.