Abtak Media Google News

બાયોમીકેનીક્સ જર્નલમાં આવેલાં એક રીસર્ચનાં અનુંસધાને એવું જાણવા મળ્યું હતું કે નબળી માંસપેશીઓના કારણે કમરનાં દુ:ખાવા થવાની શક્યતાઓ વધી જાય છે. રીસર્ચ અનુસર, નબળી માંસપેશીઓ પર દબાણ આવવાથી સુપરફીશીયલ મસલ્સને વધુ મહેનતથી કામ કરવાનું આવે છે. જેનાં કારણે નસો પર દબાણ આવે છે અને કમરનાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે જેનાથી બચવા અમુક પ્રકારનો ખોરાક લેવો જરુરી છે જે હાડકાંની મજબૂતાઇ વધારે છે અને કમરદર્દમાં રાહત પણ આપે છે.

– કેલ્શિયમથી ભરપૂર હોય તેવો આહાર

હાંડકાને સ્વસ્થ અને મજબૂત રાખવા કેલ્શિયમ લેવું જરુરી છે જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે તો ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે. અને હાડકાંને સંબંધી અન્ય રોગ થવાની શક્યતાઓ પણ રહે છે.

– ઓમેગા ૩ ફેટી એસિડ યુક્ત આહાર….

હાંડકા માટે ફીશ જેમાં ભરપૂર માત્રામાં ઓમેગા ૩ ફેટી એસિડ રહેલું તેને આહારમાં લેવી જોઇએ આ ઉપરાંત અખરોટ, સાલમોન, ચીપા બીજ લેવાથી હાડકાંને ફાયદો થાય છે.

– વિટામિન C યુક્ત આહાર….

એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વિટામિન‘C’માં વધુ જોવા મળે છે. જે હાંડકા અને શરીર માટે લાભદાઇ રહે છે. સંતરા, સ્ટ્રોબરી, બ્રોકલી અને બેલ પેપરમાં વિટામીન ‘C’ હોવાથી તેને રોજના આહારમાં લેવા જોઇએ.

– વિટામિન Kથી ભરપૂર એવો આહાર……

હાડકાંના ફ્રેક્ચરથી બચવા હાંડકાની ગુણવત્તા જાળવવી જરુરી બને છે જેના માટે વિટામિન ‘K’ લેવું જરુરી છે જે બસલી, કોબીચ અને ફ્લાવરમાંથી મળી રહે છે.

– મેગ્નેશિયમથી ભરપૂર એવો આહાર….

કેળા, કોળાના બી, અને લીલાં પાનવાળા શાકભાજીમાંથી મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. હાંડકાની બનાવટમાં મેગ્નેશિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તેની ઉણપ સર્જાય છે તો વારે વારે કમરનાં દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.