Abtak Media Google News

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા દ્વારા અભિનંદન પત્ર

સિવિલ સર્વિસ ડે નિમિતે યોજાયેલ સમારંભમાં ગુજરાતના શિક્ષણ વિભાગને વિદ્યા સમીક્ષા કેન્દ્ર માટે રાજય કક્ષાએ ઇનોવેશન કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું, તે બદલ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને શિક્ષણની ગુણવત્તા માટે શરૂ કરવામાં આવનાર સીમાચિહ્નરૂપ કાર્યક્રમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં ટેકનોલોજી આધારિત આમૂલ પરિવર્તન આવશે.

 

ગુજરાત સરકારના શિક્ષણ સચિવ, ડો. વિનોદ રાવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે આ એવોર્ડ અને સન્માન ગ્રહણ કર્યું હતું. આ એવોર્ડ ગુજરાતના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ટીમ શિક્ષણને સમર્પિત છે.

આ એવોર્ડ અને સન્માન મેળવવા બદલ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટીના સભ્યોમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સવજીભાઈ પટેલ, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, સલાહકાર કમિટી સદસ્ય અને રાજકોટ જીલ્લા પ્રમુખ ડી. વી. મહેતા, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુ અને સંયોજક મનહરભાઇ રાઠોડ, શાળા સંચાલક મહામંડળના તમામ હોદ્દેદારો, દરેક ઝોનના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી સમિતિના તમામ સભ્યો અને સર્વે શાળા સંચાલકો દ્વારા ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને  શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના અથાગ પ્રયાસોથી આ સિદ્ધિ પ્રાપ્ત થવા બદલ તમામને હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.