Abtak Media Google News

જૂનાગઢના રવની ગામેથી ભાડેર ખૂન કેસના વોન્ટેડ બે શખ્સો ઝડપાયા ત્યારે સામસામે થયેલા ફાયરિંગ બાદ ચકમો દઇ જુસબ ફરાર થયો હતો ?

કુખ્યાત જુસબને એટીએસની મહિલા ટીમે પકડી  સીઆઇડી ક્રાઇમની આબ‚  બચાવી

જુસબના બંને સાગરીતોના રિમાન્ડ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી ત્યારે કુખ્યાત જુબસને પકડી નારીઓની ‘મર્દાનગી’ની કાબીલેદાદ કામગીરી

એટીએસ મહિલા ટીમ પાસેથી ‘ન્હોર વિનાની સીઆઇડી (ક્રાઇમ) જુસબનો કબ્જો સંભાળ્યો

રવની જંગલમાંથી થેલી ભરી મળી આવેલા કારતુસ અને વિદેશી હથિયારો કયાં ?

ધોરાજી તાલુકાના ભાડેર ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને પટેલ અને મુસ્લિમ પ્રૌઢની થયેલી હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ છેલ્લા નવેક માસથી વોન્ટેડ જુસબ સાંધને ઝડપી લેવા રાજયભરની પોલીસ ટીમ ધંધે લાગી હતી ત્યારે એટીએસની મહિલા ટીમે બોટાદ પંથકમાં જુસબ અલ્લરખાને ઝડપી લેવાનું ઓપરેશન પાર પાડીને કાબીલેદાદ કામગીરીની સાથે સીઆઇડી અને એટીએસની આબ‚ બચાવી લીધી છે. પોલીસમેનની હત્યા સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા જુસબ અલ્લારખાનો ન્હોર વિનાની ગણાતી સીઆઇડી ક્રાઇમના સ્ટાફે કબ્જો સંભાળી તપાસનો દોર હાથધર્યો છે.

Advertisement

ભાડેર ગામના મુસા સાંધ અને જીવણ સાંગાણીની થયેલી હત્યા પ્રકરણે સમગ્ર રાજયમાં ચકચાર જગાડી છે. અને રાજયના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જુબસને ઝડપી લેવા એટીએસ સહિતના પોલીસદળની જુદી જુદી ટીમને કામે લગાડી હોવાથી છેલ્લા નવેક માસથી જીવણ સાંગાણી હત્યાના ગુનામાં વોન્ટેડ સલીમ હબીબ સાંધ અને આમદ હાસમ સાંધ નામના શખ્સોને એટીએસની ટીમે જુનાગઢના રવની વિસ્તારમાંથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

જો કે એટીએસની ટીમ દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન મુખ્ય સુત્રધાર જુબસ અલ્લારખા સાંધ એટીએસની ટીમ પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો ત્યારે એટીએસના સ્ટાફે એક થેલી ભરીને કારતુસ મળી આવ્યા હતા તેમજ વિદેશી બનાવટના હથિયાર મળી આવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી હતી. પોલીસે કારતુસ અને હથિયાર મળ્યાનો ઇન્કાર કરી પોતાની આબ‚ બચાવી રહ્યી છે.

આમદ હાસમ અને સલીમ હબીબની એક સપ્તાહ પૂર્વે ધરપકડ કરી ત્યારે કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી પણ પોલીસ દ્વારા રિમાન્ડના યોગ્ય કારણ રજુ કરવામાં ઉણી ઉતરતા બંને શખ્સોના રિમાન્ડ નામંજુર થયા હતા.બંને શખ્સો પાસેથી આટલી મોટી સંખ્યામાં કારતુસ અને વિદેશી હથિયાર કયાંથી આવ્યા, વોન્ટેડ હતા. ત્યારે તેઓએ કયાં આશરો મેળવ્યો, જુસબ ઉપરાંત તેઓની સાથે અન્ય કોણ સંડોવાયું છે. તેમજ જુસબને પકડવાનો બાકી હોવાથી તેની માહિતી મેળવવા રિમાન્ડની જ‚ર હોવાનું રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હોત તો પોલીસની માગણી મુજબ પુરેપુરા રિમાન્ડ મળી શકે તેમ હોવા છતાં સીઆઇડી શા માટે રિમાન્ડ મેળવી જ‚રી ઉંડી તપાસ કરવામાં ઉંણી ઉતરી તે અંગે કાયદાવિદો દ્વારા સવાલ થઇ રહ્યા છે.

જુસબ સાંધના બંને સાગરીતો ઝડપાતા કુખ્યાત જુબસને ઝડપી લેવા એટીએસની મહિલા ટીમના પી.એસ.આઇ. શંકુતલાબેન, અરૂણાબેન ગામેતી, નિત્મિકા ગોહિલ અને સંતોકબેન ઓડેદરાને કામગીરી સોપવામાં આવી હતી. છેલ્લા નવ માસથી વોન્ટેડ જુસબને એક સપ્તાહના હોમવર્કના આધારે એટીએસની મહિલા ટીમને મહત્વની સફળતા મળતા સમગ્ર રાજયભરની પોલીસની આબ‚ બચાવી લીધી છે.

બોટાદ જિલ્લાના દેવધરી વિસ્તારના ડુંગરામાં છુપાયેલા જુસબ સાંધને ચારેય મહિલા પોલીસ અધિકારી ઝડપી લેવા માટે દોઢ કિલોમીટર વાહન વિના મધરાતે ચાલીને ઓપરેશન પાર પાડયું હતુ. વહેલી સવારે ચાર વાગે ચારેય મહિલા પોલીસ અધિકારીએ પોતાના જીવની પરવા કર્યા વિના કુખ્યાત જુસબને ઉંઘતો ઝડપી લીધો હતો. જુસબ રવની વિસ્તારમાંથી પોલીસને ચકમો દઇ ફરાર થયેલા જુસબનું એન્કાઉન્ટર થઇ જાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અને મહિલા ટીમ પણ જુસબની ટેવથી વાકેફ બની પોતાની સાથે એકે ૪૭ જેવા હથિયાર સાથે ઓપરેશન કયુ હતુ.

જુસબ અલ્લારખા સાંધ બગોદરા પાસેના ભોગાવો ખાતે પોલીસે ઝડપી લેવા દરોડો પાડયો ત્યારે પોલીસમેન માંડણભાઇ હાથી પર છરીથી હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. તેમજ જૂનાગઢના મહંતની હત્યામાં સંડોવાયેલા જુસબ સાંધે પોતાના કાકા મુસાભાઇની હત્યાનો બદલો લેવા જીવણભાઇ સાંગાણીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફાયરિંગ, હત્યા, ખંડણી અને મારામારી તેમજ હથિયાર ૨૩ જેટલા ગુનામાં સંડોવી હોવાનું અને તેને રાજકોટ, અમદાવાદ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ગુનાખોરી આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રવની વિસ્તારમાંથી ઝડપાયેલા જુસબના બંને સાગરીતોના રિમાન્ડ મેળવવામાં નિષ્ફળ સીઆઇડી ક્રાઇમનો સ્ટાફ જુસબને રિમાન્ડ પર મેળવવા કોર્ટમાં રજુ કરનાર છે. ત્યારે ફરી નિષ્ફળ ન રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સીઆઇડી ક્રાઇમના સ્ટાફને યોગ્ય માર્ગ દર્શન આપે તે પણ જ‚રી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.