Abtak Media Google News

રાજયભરનાં ૧.૫ લાખ સરકારી પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરી જતા શિક્ષણ કાર્ય ઠપ્પ

સરકારી શિક્ષકોની ફિકસ પગારની નોકરીને સળંગ ગણવાની તેમની પાસે શિક્ષણ ઉપરાંતની કરાવાતી વધારાની કામગીરી વગેરેના વિરોધમાં રાજયભરનાં દોઢ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો આજે એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા હતા જેના કારણે રાજયભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ જવા પામ્યું હતુ રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માસ સીએલની સાથે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી હતી.

રાજયની ૩૫ હજાર જેટલી સરકારી પ્રાથમિક સ્કુલોમાં ૧.૫ લશખ કરતા વધારે પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવે છે.

વર્ષ ૧૯૯૭થી શરૂ થયેલી શિક્ષકોની ફીકસ પગારની નોકરીને કાયમી થઈ ગયા બાદ સળંગ નોકરી ગણવા સહિતના વિવિધ મુદે રાજય પ્રાથમિક સંઘ દ્વારા લાંબા સમયથી વિવિધ આંદોલનનાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. તાજેતરમાં ૧૧ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન કાળી પટ્ટી પહેરીને શિક્ષકોએ ફરજ બજાવી હતી ઉપરાંત ૧૫-૧૬ ફેબ્રુઆરાના રોજ ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ આપ્યો હતો. સંઘના આગેવાનોએ આ મુદે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેંકો યોજી હતી પરંતુ આ બેઠકોમાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા સંઘ દ્વારા આજે માસ સીએલ અને વિધાનસભાને ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો.

રાજયભરની સરકારી પ્રાથમિક શિક્ષકોની આ માસ સીએલથી પ્રાથમિક શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ જવા પામ્યું હતુ જયારે વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા હજારો શિક્ષકોને પોલીસે અટકાયત કરી લીધી હતી બપોર બાદ અટકાયત કરાયેલા શિક્ષકોને છોડી મૂકાયા હતા. આ વિવાદ બાદ શિક્ષણમંત્રીક ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક પ્રશ્નોનો વાતચીતથી નિરાકરણ આવશે તેમ સ્પષ્ટ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.