Abtak Media Google News

જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે મારમાર્યો

માળીયા(મી)ના નવા અંજિયાસર ગામે અગાઉ થયેલ બોલાચલીનો રોષ રાખી છરી ધોકા વડે હુમલો

 

માળીયા (મી)ના નવા અંજિયાસર ગામે રહેતા ફરીયાદી નુરદિન નુરમામદ સામતાણીને આરોપી કરીમ સલેમાનભાઈ માણેક સાથે સાત માસ અગાઉ બોલાચાલી થઈ થઈ હોય જેથી આરોપી ફરિયાદીને અને સહેદ ને ગાળો આપતા હોય જે ગાળો બોલવાની ના પાડતાં ફરીયાદી પર આરોપી કરીમ સલેમાનભાઈ માણેક, આમીન સલેમાનભાઈ માણેક અને રફીક હાસમભાઈ મોવરે છરી ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં આરોપી કરીમે સાહેદ આદિલને ડોકના પાછળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો તેમજ અન્ય બે આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે માર મારતા સમગ્ર મામલે માળીયા મી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.