Abtak Media Google News

પોલીસની સર્તકતા આરોપીને એટીએમમાંથી જ ઝડપાયા

અબતક, ઋષિ મહેતા

Advertisement

મોરબી

રવાપર રોડ પર આવેલ એક્સિસ બેંકનું એટીએમ લુંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે મોરબી પોલીસની સતર્કતાના કારણે આ પ્રયાસ નિષ્ફળ બન્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ ઈસમને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રવાપર રોડ પર આવેલ સેલના પેટ્રોલ પંપ સામેની એક્સિસ બેન્કના એટીએમ નજીક શંકાસ્પદ રીતે દેખાયો હોય અને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોય ત્યારે પોલીસની વેન પેટ્રોલિંગમાં હોય જેથી લાઈટ જોઈ એ ઈસમ ઊભો રહી ગયો હતો બાદ પોલીસને ઉભેલ ઇસમને શંકાસ્પદ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ ઈસમ પોતે પૈસા ઉપાડવા આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકા જતા શંકાસ્પદ ઇસમને સાથે રાખીને એટીએમ ચેક કરતા એટીએમ ટુટેલ હાલતમાં હોય ત્યારે પોલીસ દ્વારા સ્થળ પરથી જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે પોલીસની આ સતર્કતા થી એટીએમમાં પડેલ 10 થી 15 લાખ રૂપિયાની રકમ બચી ગઈ હતી.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બેંક મેનેજરની ફરિયાદ નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.