Abtak Media Google News

આત્મીય કોલેજ ખાતે આજ એટલે કે રવિવારના રોજ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આત્મીય કોલેજ ખાતે આત્મીય યુનિવર્સિટીના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી આ શુભ પ્રસંગે હાજરી આપતા માનનીય મુખ્યમંત્રીએ રાજાય સરકાર વતી આત્મીય યુનિવર્સિટીના તમામ સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. અને વિરાણી કોલેજ એ 50 વર્ષા પૂરા કર્યા તે બદલ અભિનંદન આપ્યા.

Advertisement

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે હસમુખભાઇ સંઘવી અને છાયા સાહેબએ વિધ્યાર્થી માટે ઘણી પ્રવૃતિ કરેલ છે. અને છેલ્લા 80 વિધ્યાર્થી થી 80 હજાર વિધ્યાર્થીનો ઉમેરો થયો છે તે માટે ત્યાગ વલ્લભ સ્વામીજી નો અથાગ પ્રયતન રહ્યો છે. ગુજરાતમાં પહેલા 10 યુનિવર્સિટિ હતી જેનો આકડો 60 પોહચ્યો છે. સરકાર ઈચ્છે છે કે પ્રાઈવેટ યુનિવર્સિટિ કરવા માગતા લોકોમાં વચ્ચે હરિફાય થાય, જેથી શિક્ષણની ગુણવતામાં વધારો થશે.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દુનિયાની ટોપ 10 યુનિવર્સિટીમાં ગુજરાતની યુનિવર્સિટી પ્રાપ્ત કરે તે સરકારનો અભિગમ છે. ગુજરાતમાં ફરીથી તક્ષશિલા જેવી યુનિવર્સિટી બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આત્મીય સંકૂલને તમામ સહયોગ આપવા સરકાર કટિબંધ છે. પૂજ્ય હારીપ્રસાદના આશીર્વાદ મળતા આવ્યા છે તે અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.