Abtak Media Google News

આસો વદ એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે.રમા એકાદશી પર રચાશે શુભ યોગ આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓને કલાત્મક યોગ દ્વારા સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે. આ દિવસે સૂર્ય અને મંગળ પણ તુલા રાશિમાં સાથે રહેશે.

વિક્રમ સંવંત 2079ની આ છેલ્લી એકાદશી છે. પુરાણો અનુસાર રમા એકાદશીના  ઉપવાસથી ગાયને ઘરમાં રાખવા જેવું જ ફળ મળે છે. આ વ્રત રાખવાથી સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વર્ષે રમા એકાદશી પર થઈ રહ્યો છે ખૂબ જ શુભ યોગ.29 10 2021 Rama Ekadashi 22160578

રમા એકાદશી પર રચાશે શુભ યોગ 

આ વખતે રમા એકાદશી ગુરુવારે  છે, જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓને કલાત્મક યોગ દ્વારા સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે. Kamdhenu Cow Vastu 1000X600 1

આ દિવસે સૂર્ય અને મંગળ પણ તુલા રાશિમાં સાથે રહેશે. સૂર્ય-મંગળનો સંયોગ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે મક્કમ હોય છે.

આ સાથે રમા એકાદશી પર ગોવત્સ દ્વાદશીનો સંયોગ પણ છે. આમાં ગાયની પૂજા કરવામાં આવે છે, તેને વાઘ બારસ પણ કહેવામાં આવે છે. ગાયની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે પ્રદોષકાલ ગોવત્સ દ્વાદશી પૂજાનો શુભ સમય  સાંજે 05.30 – 08:08 કલાકનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.