Abtak Media Google News

સિક્રેટ શાંતા બની ક્રિકેટરોએ યુવરાજના ૩૭માં જન્મદિવસની ઉજવણી કરી

ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષને વેલકમ કરવા માટે ભારતીય ક્રિકેટના કેટલાક ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાની ઉડાન ભરી છે. સાગરીકા ધાટગે અને ઝહીરખાને તેમના મીત્રો હેઝલકીચ, યુવરાજસિંહ, અજીત અગરકર અને તેની પત્ની ફાતેમા સાથે ક્રિસમસમાં પહોચ્યા સાગરિકાએ તેના ક્રિસમસ ડિનરની ‘ખૂબસૂરત’ ગ્લાસ હાઉસ રેસ્ટોરન્ટની ફોટો ઝલક ઈસ્ટ્રાગ્રામમાં શેયર કરી અને ફોટોકેપ્શન પણ લખ્યું ‘એક સુંદર ગ્લાસ રેસ્ટોરામાં સ્વાદિષ્ટ ક્રિસમસ ડિનર સેટ’તો ફાતીમાએ પણ ઈષ્ટામાં ફોટો શેયર કરતા જણાવ્યું કે, સિક્રેટ સાંતા, બ્રેકર આ ક્ષણ જે હંમેશા માટે યાદ બનીને રહી જશે.

મહત્વનું છે કે અગાઉ સાગરીકા અને જહીર, યુવરાજસિંહ, હેજલકીચ, આશિષ નેહરા, રશમૈન નેહરા, અજીત અગારકર અને ફાતમા આ સેલિબ્રેશનમાં સામેલ થયા બુડાપેષ્ટ માટે રવાના થયા તેઓ પહેલેથીજ હંગરીની રાજધાનીમાં હતા સાગરીકાએ તેના ઈસ્ટાગ્રામ ઈમલાઈનને પોતાની યુરોપીયરિફીટના ફોયઝથી ભરી દીધી બુડાપેસ્ટની ગલીઓમાં મનોરમ્ય હોટ ચોકલેટથી લઈ કેન્ડીની ખરીદી સુધીનાં તમામ ફોટો શેયર કર્યા અને બુડાપેસ્ટમાં સૌથી વધુ સમય સાગરિકાએ તેના દોસ્તો સાથે વિતાવ્યો.

સાગરિકા ઘાટકે અને ઝહીરખાન એક ઘનિષ્ઠ ફ્રેન્ડ સર્કલનો હિસ્સો છે. જેમા યુવરાજસિંહ, હેઝલકીમ, આશિષ નેહરા અને અજીત અગારકર પણ સામેલ છે. યુવરાજના ૩૭માં જન્મદિવસ પર સાગરિકા, ઝહીર અને અન્ય દોસ્ત આ વિશેષ દિન મનાવવા માટે એક સાથે અહી આવ્યા.

ઉલ્લેખનીય છે કે સાગરીકા અને ઝહીરખાને ગત વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા છે. અને ગત મહિને તેમની પહેલી મેરેજ એનવર્સરી ઉજવી. આ દંપતિએ કોર્ટ મેરેજ કર્યા હતા. અને ત્યારબાદ મહેંદી અને સંગીત સમારોહ બાદ ભવ્ય રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.