Abtak Media Google News

જિલ્લા કલેક્ટરને 14 જૂનના દિલ્હી ખાતે કરાશે એનાયત

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટ્રેપ્રેન્યોરશીપ દ્વારા ડિસ્ટ્રીક્ટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન માટે એવોર્ડ ઓફ એક્સલન્સ આપવામાં આવે છે જે અંતર્ગત 2020-21 માટે દેશભરમાંથી લગભગ 700 ડીસ્ટ્રીક્ટ ડીસ્ટ્રીક્ટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન સબમિટ કરેલ હતા. જેમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટનો ડિસ્ટ્રીક્ટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન એવોર્ડ ઓફ એક્સલન્સ માટે પસંદગી પામ્યો છે જે અન્વયે જિલ્લા કલેક્ટર રાજકોટને 15 જુનના રોજ નવી દિલ્લી ખાતે મિનિસ્ટર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પ્લાન બનાવવા માટે કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ડિસ્ટ્રીક્ટ ખાતે મુકવામાં આવેલા મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ અને રાજકોટ ડિસ્ટ્રીક્ટના ડિસ્ટ્રીક્ટ સ્કીલ ડેવલોપમેન્ટ ઓફિસર અને નોડલ આચાર્ય વર્ગ-1 ઔધોગિક તાલીમ સંસ્થા રાજકોટ નિપુણ રાવલે તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહન અને હાલના કલેક્ટર અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલો હતો આ બનાવવા માટે તત્કાલિન રીજ્યોનલ ડેપ્યુટી ડાયરેક્ટર એમ.એમ.દવે, રાજકોટ જિલ્લાના એપ્રેન્ટીસ એડવાઇઝરો, રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન, તાલુકા કક્ષાની આઇ.ટી.આઇ.ના આચાર્યઓનો, આઇ.ટી.આઇ. રાજકોટના પ્લેસમેન્ટ ઓફિસરોનો અને ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના એમ.ડી. અને અન્ય અધિકારીઓનો અમુલ્ય ફાળો રહ્યો છે. તેવુ ડિસ્ટ્રીક્ટ સ્કીલ ડેવલોપમેન્ટ ઓફિસર અને નોડલ આચાર્ય એન.પી.રાવલે અખબાર યાદીમાં જણાવ્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.