Abtak Media Google News

ગાડી શિખડવાનું કહી તારાપુર નજીક બન્નેએ દારૂ ઢીંચી કિશોર સાથે ન કરવાનું કરી વીડિયો વાયરલ કર્યો: બન્નેની ધરપકડ

જસદણના ભડલી ગામના 16 વર્ષીય કિશોર સાથે તેમના ગામના અને તેમની જ જ્ઞાતિના બે નરાધમ હવસખોરો એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.આચર્યું. જેની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા તાત્કાલિક જસદણ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

જસદણ તાલુકાના ભડલી ગામના બે યુવાનો તેમના ગામના કિશોર ને ગાડી શીખડાવવાની લાલચ આપી અને તારાપુર જઈ બંને નરા ધમોએ ગાડીમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.આચર્યું. જેનો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બનાવની હકીકત એવી છે કે ભડલી ગામનો યુવાન જયસુખ ગોરધન ધરજીયા ગાડીનો ડ્રાઇવર હોય અને તેમની સાથે તેમના જ ગામનો ગોપાલ બારૈયા નામનો યુવક ગાડીમાં કંડકટર તરીકે રહેતો હોય જે ગાડીમાં માલ ભરી અને બીજા ગામ મુકવા જતા હોય.

જ્યારે તેમના જ ગામનો ે 16 વર્ષીય કિશોર ને ગાડી ડ્રાઇવર જય સુખે કહ્યું કે અમારી સાથે ગાડીમાં ફરવા માટે આવ હું તને ગાડી શીખડાવી આપીશ તેવી લાલચ આપી અને ગાડીમાં સાથે લઈ ગયા અમદાવાદ જય ગાડીમાં ભરેલો માલ ખાલી કરી અને ત્યારબાદ તારાપુર ગયા જ્યાં ગાડીમાં બંને નરાધમ પાપી હવસખોરોએ દારૂ પીધેલી હાલતમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃતિ આચાર્ય અને તેના વિડીયો પણ બનાવ્યો અને તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો સોશિયલ મીડિયામાં ભોગ બનનાર કિશોરના ભાઈએ વિડીયો જોયો અને તે વીડિયો લઇ જસદણ પોલીસ સ્ટેશન તેમના ભાઈને લઈ બંને આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તાત્કાલિક જસદણ પીઆઇ જાની. તેમના સ્ટાફ ને સાથે રાખી બંને આરોપીની. ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાડીનો ડ્રાઇવર જયસુખ માથાભારે હોય અને મારામારી કરતો હોય અનેક વાર પોલીસ ચોપડે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.