Abtak Media Google News

વેન-ઇકો,રિક્ષા અને બસમાં  ભરાતા બાળકો: કોઈનો લાડકવાયો છીનવાય તે પહેલા પોલીસ જાગે

મોરબીમાં ખાનગી શાળાની બસના ડ્રાઇવરો બેફામ બનીને બસ ચલાવી રહ્યા છે ઉપરાંત ઇકો,વેન,રિક્ષામાં પણ ટ્રાફિક નિયમોની ધજજીયા ઉડાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ચરાડવા રોડ પર સ્કૂલબસ પલ્ટી જતા ૪૫૪ બાળકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી આસંજોગોમાં પોલીસ અને વાલીઓને જાગૃત બનવું જરૂરીછે

Advertisement

ગઈકાલે  મોરબી નજીક ચરાડવા ગામ પાસે સ્કુલ બસ પલટી મારી ગઈ હતી. ચારડવાથી સમલી ગામ તરફ જતા રોડ ઉપર ગઈકાલે સવારે બાળકોને સ્કૂલે લઈને બસ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ બસ બ્રિલિયન્ટ સ્કુલની સ્કૂલ બસ હતી. દુર્ઘટના સમયે બસમાં ૪૫ જેટલા બાળકો સવાર હતા. જોકે સદનસીબે બસમાં બેઠેલા બાળકો સહિતનાઓનો ચમત્કારીક બચાવ થયો હતો

આ ગોઝારી દુર્ઘટના બાદ મોરબીની ખાનગી શાળાઓમાં ચાલતા વાહનો પર સવાલઉઠ્યા છે. સંસ્કારોનું સિંચન કરતી સરસ્વતી સ્કુલ થી લઇ હાઈ-ફાઈ શિક્ષણ ના દાવા કરતી શાળાઓની સ્કૂલબસ માં કે અન્ય વાહનોમાં કેપેસિટી કરતા વધારે બાળકો ભરવામાં આવે છે  આ ઉપરાંત મોટાભાગના ની શાળાઓના ડ્રાઇવર બાળકોની જિન્દગી જોખમમાં મૂકી શહેરમાં પણ બેફામપણે દોડી રહ્યા છે. આ સંજોગોમાં પોતાના બાળકોની સુરક્ષાને લઇ વાલી ઓ જાગે અને શાળા સંચાલકોના કાં આમળે તે જરૂરી છે

ઉલ્લેખનીય છે કે શાળાની બસ ઉપરાંત રિક્ષા ,ઇકો,વેન માં પણ બાળકોને ઘેટાં બકરાની જેમ ને ભરી ટ્રાફિક નિયમનો ભંગ કરાતો હોવા છતાં પોલીસ દાદા પણ ચુપ છે ત્યારે ચરાડવાની ગઈકાલ ની ઘટના થી જાગવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.