Abtak Media Google News

વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણની વરવી વાસ્તવિકતા વર્ણવતા ટંકારા-પડધરીના ધારાસભ્ય

હાલ શિક્ષણમાં થઈ રહેલી ઉઘાડી લૂંટ ના મુદ્દાને ટંકારા-પડધરી બેઠકના ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ વિધાનસભામાં રજુ કર્યો હતો.ઉપરાંત તેઓએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં ને હાલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ પણ આપ્યો હતો.

Advertisement

લલીતભાઈ કગથરાએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સંબોધીને જણાવ્યું હતું કે હરીફાઈ એ મહત્વની છે હાલ રાજ્યમાં શિક્ષણ આપવાની હરીફાઈ નહીં પરંતુ વધારે ફી લેવાની હરીફાઈ જોવા મળી રહી છે જે સંસ્થાઓ માત્ર ને માત્ર શિક્ષણ આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી તે સંસ્થાઓ આજે તેનો હેતુ ભૂલી નફા તરફ આંધળી દોટ મૂકી રહી છે

કે પી શાહ, ગુલાબચંદ શેઠ અને શામજી વિરાણીએ માત્ર શિક્ષણ આપવાના હેતુથી સંસ્થા શરુ કરી હતી જ્યારે આજે એ જ સંસ્થાઓએ તેમનો હેતુ નફો કમાવવાનો કરી નાખ્યો છે અત્યારે સરકાર યુનિવર્સિટીને પરમીશન આપે તો તેનો ધ્યેય માત્ર શિક્ષણ આપવાનો જ હશે?? સરકાર ચાલે છે લોકોની સુખાકારી માટે જો સરકારનો હેતુનફો કરવાનો થઇ જાય તો શું પરિસ્થિતિ નિર્માણ પામશે?? બધી સંસ્થાઓ નો મૂળ હેતુ માત્ર ને માત્ર નફો કમાવવા નો જ છે કોઈપણ સંસ્થાનો હેતુ શિક્ષણ ઉજાગર કરવાનો કે લોકોને અભ્યાસ આપવા માટેનો રહ્યો નથી.

વધૂમાં કગથરાએ કહ્યું કે મેં જે પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું તે શાળાના શિક્ષક જ્યારે મળે તો હું તેમને માનભેર પગે લાગું .તે શિક્ષક ગૌરવથી કહે છે કે મારો છાત્ર આ જગ્યાએ પહોંચ્યો છે. આજે શિક્ષકોમાં પણ તે ભાવ જતો રહ્યો છે શિક્ષક ભણાવવા માટે નહીં માત્ર પગાર લેવા માટે જ શાળાએ આવતા હોય છે.૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં શિક્ષકોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું હતું.આ મતદાનમાં ૨૫ ટકા મત રદ્દ થયા હતા જો આ શિક્ષકોને મતદાન કરતાં નથી આવડતું તે શિક્ષકો વિદ્યાર્થીઓને કેવું ભણાવશે??આ રાજ્યની વરવી વાસ્તવિકતા છે

જે સ્વામીનારાયણ ગુરૂકૂળમાં હું ભણ્યો હતો તેની ફી માત્ર વાર્ષિક રૂ ૩૬૦ હતી. એ જ સ્વામિનારાયણ સંસ્થા આજે ૨૫ થી ૫૦ હજાર જેવી ફી લઇ રહી છે દરેક ધાર્મિક સંસ્થા જે સમાજ સેવા કરવા નીકળી છે શુ એટલા માટે તેને ખાનગી યુનિવર્સિટી જોઈએ  છે?? વર્ષો પહેલાં શામજી વેલજી વિરાણી સાયન્સ કોલેજ કાર્યરત હતી. શામજી વેલજી વિરાણી ટ્રસ્ટે સર્વોદય ટ્રસ્ટ ને માત્ર શિક્ષણ આપવાના અને સમાજ સેવા કરવાના હેતુથી જમીન આપી હતી ત્યારે આ સર્વોદય ટ્રસ્ટ ના હેતુ ફેર નો કેસ આજે જિલ્લા કલેકટર કચેરીએ પેન્ડિંગ પડ્યો છે.

શિક્ષણ બાબતે રાજ્યની વરવી વાસ્તવિકતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજુ કર્યા બાદ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ બધી સંસ્થાઓનો ધ્યેય નફો કરવાને બદલે શિક્ષણ આપવાનો થાય તે દિશામાં સરકાર યોગ્ય પગલાં લે તેવી માંગ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.