Abtak Media Google News

અરિજીત સિંહે પૂણેમાં થયેલા લાઈવ કોન્સેર્ટ શોમાં સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ નું ગીત ‘દિલ દિયા ગલ્લા’ સોંગ ગાયને બધા લોકોને ચૌકાવી દીધા…

બોલિવુડના સિંગર અરિજીત સિંહે પૂણેમાં શનિવાર (24 માર્ચ) ના રોજ થયેલા લાઈવ કોન્સેર્ટ શોમાં સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ નું ગીત ‘દિલ દિયા ગલ્લા’ સોંગ ગાયને બધા લોકોને ચૌકાવી દીધા હતા. આ શો દરમ્યાન અરિજીત સિંહે ગીત ગયા તે પેહલા લોકોને કહું કે આ ગીત ગાવ તે દરમ્યાન જો કાઇ ભૂલ થઇ જાય તો મને માફ કરી દેજો, કારણકે હું માત્ર બીજી જ વાર આ ગીત ગાય રહ્યો છું. તમને જણાવી દઈએ કે અરિજીતે પહેલા સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ માટે આ ગોંગ રેકોર્ડ કર્યું હતું. પરંતુ પછાડ થી એવા સમાચાર મળ્યા હતા કે સલમાન ખાનની નારાઝગીના કારણે આ સોંગને ફિલ્મમાંથી હટાવી દીધું હતું. ત્યારબાદ આતિફ અસલમના અવાજમાં આ ગોંગે ફિલ્મ જગ્યા આપી હતી.

અરિજીત દ્વારા ગવાયેલ આ સોંગને લોકોએ ખુબજ પસંદ કર્યું હતું એ વાત સાચી છે કે લોકો એ આતિફ અસલમના અવાજના પણ ખુબજ વખાણ કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.