Abtak Media Google News

જામનગર સમાચાર,

જામનગર મા પિતા – પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં બંને ની ધરપકડ પછી જેલ હવાલે કરાયા હતા. આ કેસ મા આરોપીઓ એ કરેલ જમીન આરજી નાં મંજૂર કરવામાં આવી છે.જામનગર ના રેવન્યુ સર્વે નં. 467,468/1 ફાઈનલ પ્લોટ નં. 02 ના પ્લોટ નં. 06 ના પેટા પ્લોટ નં. 2/6/26 થી 2/6/30 વાળી જગ્યામા આ કામના આરોપીઓએ રસિકભાઈ જેઠાભાઈ ભરડવા અને તેના પુત્ર દીશાંત એ   દબાણ કરેલ હોય જેથી ફરીયાદી ધ્વારા આ કામના આરોપી પિતા પુત્ર વિરૂધ્ધ ઉપરોક્ત કિમંતી જમીન તથા જમીન ના રસ્તા ઉપર દબાણ કરી જમીન પચાવી પાડી અને ફરીયાદી ને ટાંટીયા ભાગી નાખવા ની ધાક-ધમકી આપવા ના મામલે સીટી “એ” ડિવીઝન પો.સ્ટે.માં ફરીયાદ કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો દાખલ થયેલ. જે અનુસંધાને પોલીસે આરોપીઓની તા. 17/12/23 ના રોજ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.   આ ગુનાની તપાસ કરનાર અધિકારી ધ્વારા આ કામે લેન્ડગ્રેબીંગ સમીતી, રેવન્યુ વિભાગ અને ફરીયાદી પાસે થી રેવન્યુ રેકર્ડ મેળવેલ અને તે અંગે નો દસ્તાવેજી પુરાવો મેળવવામા આવેલ હતો.

જે બાદ બંને આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી અત્રેની સ્પે, લેન્ડ ગ્રેબિંગની કોર્ટમા દાખલ કરેલ હતી. જેની સુનાવણી દરમ્યાન આ કેસમાં મદદનીશ જીલ્લિા સરકારી વકીલ ધ્વારા સખત વાંધા રજુ કરવામા આવ્યા હતા. તેમજ વિવાદિત જમીનમાં તેઓ ઘણા સમયથી દબાણ કરી મકાન બનાવી લીધેલ, હાલની જામીન અરજી દાખલ કરનાર પિતા પુત્ર પાસે માલિકી અંગેનો કોઈપણ સરકારી આધાર પુરાવો હોય તો રજુ કરવા જણાવેલ પરંતુ આરોપીઓ ધ્વારા કોઈપણ પુરાવો રજુ કરવામાં આવેલ નહી તેમજ તે બાબતે પ્રોશીકયુશન તરફે પિયુષભાઈ જે. પરમાર ની વિસ્તૃત દલીલો માન્ય રાખી આરોપીઓ પિતા પુત્ર ની જામીન અરજી રદ કરતો હુકમ એડી.સેશન્સ કોર્ટ તથા સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ ધ્વારા કરવામા આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.